અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણીમાં હિંસાની શક્યતાને પગલા વ્હાઇટ હાઉસ સહિતના મુખ્ય સ્થળોની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી હતી. વિવિધ કોમર્શિયલ સ્થળો, રિટેલ સ્ટોર્સ, સરકારી ઓફિસો સહિતની જગ્યાએ સુરક્ષાનો ચાંપતી બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો. સેક્રેટરી સર્વિસિસ વ્હાઇટ હાઉસની કિલ્લેબંધી કરી હતી.
મંગળવારે મતદાન પહેલા વિશાળ પ્રેસિડેન્શિયલ કોમ્પેક્લની ફરજે હંગામી ધોરણે ઊંચી દિવાલ ઊભી કરવામાં આવી હતી. દેશમાં જરૂર પડે હિંસા રોકવા માટે આશરે 600 નેશનલ ગાર્ડ ટ્રમ્પ તૈયાર રાખવામાં આવ્યા છે. ચૂંટણીના પૂર્વસંધ્યાએ ન્યૂ યોર્ક, બોસ્ટન, વોશિંગ્ટન, શિકાગો અને સાન ફ્રાન્સિસ્કોમાં આવેલા મોટા સ્ટોર્સ અને બિઝનેસ સંકુલ પર સુરક્ષા માટે બોર્ડ લગાવવાની કામગીરી થઈ હતી. મતદાન બાદ સંભવિત હિંસા કે લૂંટફાટથી બચાવવા માટે આ કામગીરી કરવામાં આવી હતી. મેનહટ્ટનના ફિફસ્થ એવન્યૂથી લઇને સમગ્ર ન્યૂ યોર્ક સિટીમાં મોટા સ્ટોર્સની સુરક્ષા વધારવામાં આવી હતી. શિકાગોમાં સંખ્યાબંધ સ્ટોર્સના શટર બંધ કરવામાં આવ્યા હતા અને વિન્ડોની સુરક્ષા વધારવામાં આવી હતી.