અમેરિકામાં ત્રણ નવેમ્બરને ચૂંટણી બાદ પરિણામના મુદ્દે કાનૂની જંગની શક્યતા છે. મતદાતમાં ઊંચું ધ્રુવીકરણ, વિક્રમજનક મેઇલ-ઇન બેલેટ અને ચૂંટણીના સ્પષ્ટ જનાદેશના અભાવના કિસ્સામાં દરમિયાનગીરી કરવા માટે સુપ્રીમ કોર્ટના કેટલાંક ન્યાયધીશની તૈયારી એમ તમામ બાબતો કાનૂની લડાઈના સંકેત આપે છે. હવે જો મહત્ત્વના રાજ્યોમાં સ્પષ્ટ જનાદેશ નહીં મળે તો કાનૂની લડાઈ ચાલુ થઈ શકે છે.
લોસ એન્જેલસમાં લોયોલા લો સ્કૂલના ચૂંટણી કાયદાના ટીચર જેસિકા લેવિનસને જણાવ્યું હતું કે જો પેન્સિવેનિયા અને ફ્લોરિડામાં સ્પષ્ટ જનાદેશ નહીં મળે તો કાનૂની લડાઈ થઈ શકે છે. ચૂંટણી કાયદાના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અમેરિકામાં ચૂંટણી સંબંધિત વિવાદ અસાધારણ નથી, પરંતુ તે સ્થાનિક અને રાજ્યકક્ષાની ચૂંટણી પૂરતો સીમિત રહ્યો છે.
આ વર્ષે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના હરીફ ઉમેદવાર જો બિડેન વચ્ચેના ચૂંટણી જંગ પહેલા કોરોના મહામારીને કારણે કોર્ટ સંખ્યાબંધ કેસ થયા હતા. વિટનેસના સિગ્નેચર, મેઇલ પોસ્ટમાર્ક અને બેલેટ માટે ડ્રોપ બોક્સના ઉપયોગના મુદ્દે કોર્ટની દરમિયાનગીરી થઈ છે.
મેઇલ-ઇન-બેલેટના ગણતરીની મુદતમાં વધારા કરતાં કોર્ટના તાજેતરના બે ચુકાદાથી ચૂંટણી પછી કાનૂની લડાઈની શક્યતામાં વધારો થયો છે. પેન્સિલવેનિયા અને બીજા મહત્ત્વના રાજ્ય મિનેસોટામાં સ્પષ્ટ જનાદેશ નહીં આવે તો કોર્ટમાં લડાઈ થઈ શકે છે.
યુએસ 8 સર્કિટ કોર્ટ ઓફ અપીલે તેના 29 ઓક્ટોબરના ચુકાદામાં જણાવ્યું હતું કે મેઇલ-ઇન બેલેટની ગણતરી માટેના સમયગાળામાં વધારો કરવાની મિનેસોટાની યોજના ગેરબંધારણીય છે. મિનેસોટાના અધિકારીઓને ત્રણ નવેમ્બર પછી મળેલા એબસેન્ટી બેલેટને અલગ રાખવાની સૂચના અપાઈ છે.
દરમિયાન 28 ઓક્ટોબરે યુ એસ સુપ્રીમ કોર્ટે પેન્સિલવેનિયાની ટોચની કોર્ટના ચુકાદાને જાળવી રાખ્યો હતો. કોર્ટ ચૂંટણી દિવસે પોસ્ટ કરેલા અને ત્રણ દિવસ મળેલા મેઇલ-ઇન બેલેટની ગણતરી કરવાની છૂટ આપી હતી. ન્યાયાધિશે જણાવ્યું હતું કે સ્ટેટ કોર્ટના ચુકાદાની સમીક્ષા કરવાનો પૂરતો સમય નથી. મિનેસોટાની જેમ પેન્સિવેનિયાની અધિકારીઓ આ બેલેટની અલગ રાખશે, જેનાથી ચૂંટણી બાદ સ્પષ્ટ જનાદેશ નહીં આવે તો કાનૂની જંગની શક્યતા છે.
ચૂંટણી પછી સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે તો 6-3ની કન્ઝવર્ઝેવિય મેજોરિટી હશે. આમાંથી ત્રણ જજની નિમણુક ટ્રમ્પે કરેલી છે. ચૂંટણી કાયદાના નિષ્ણાતો જણાવે છે કે એક રાજ્યમાં ટાઇ જેવી સ્થિતિ ઊભી થાય તો સુપ્રીમ કોર્ટ નવા પ્રેસિડન્ટ નક્કી કરે તેવી શક્યતા છે.
છેલ્લાં 140 વર્ષમાં માત્ર એક પ્રેસિડન્ટ અંગે કોર્ટે નિર્ણય કર્યો છે. 2000ની સાલમાં જ્યોર્જ ડબલ્યુ બુશે અલ ગોરને પરાજય આપ્યો હતો, પરંતુ ફ્લોરિડાના ફરી મતગણી અંગે વિવાદ થયો હતો અને સુપ્રીમ કોર્ટમાં કેસ ગયો હતો.
અમેરિકામાં ચૂંટણી માટે રાજ્યોના કાયદા લાગુ પડે છે અને સામાન્ય રીતે સ્ટેટ કોર્ટ નિર્ણય કરતી હોય છે. પરંતુ તાજેતરના નિર્ણયોમાં સુપ્રીમ કોર્ટે રાજ્યની કોર્ટના ચુકાદાની સમીક્ષા કરી છે.