REUTERS/Hannah Beier

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનના પુત્ર હંટર બાઇડને 2018માં રિવોલ્વરની ખરીદી સંબંધિત તમામ ત્રણ આરોપમાં કોર્ટે મંગળવાર, 11 જૂન દોષિત ઠેરવ્યો હતો. ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે હંટર બાઇડન ગન ખરીદીનું ફોર્મ ભરતી વખતે જુઠ્ઠું બોલ્યો હતો. તેને જણાવ્યું હતું કે તે ગેરકાયદેસર રીતે ડ્રગ્સનો ઉપયોગ કરતો નથી કે વ્યસની પણ નથી. હંટરે 11 દિવસ માટે ગેરકાયદે ગન પણ રાખી હતી.

ડેલવેરના વિલ્મિંગ્ટનના ન્યાયાધીશોએ હન્ટર બાઇડને ફેડરલ લાયસન્સ ધરાવતા બંદૂકના વેપારી સાથે જૂઠું બોલવા બદલ દોષિત ઠેરવ્યા હતાં. ન્યાયાધીશોએ સજાની સુનાવણીની તારીખ જાહેર કરી નથી, પરંતુ હંટરને 25 વર્ષ સુધીની જેલસજા થઈ શકે છે. જોકે અમેરિકાના કાયદા અનુસાર પ્રથમ વખત ગુનો કરનારને મહત્તમ સજા મળતી નથી.

જ્યુરી ચુકાદો સંભાળતા હતા ત્યારે હંટર કોઇ લાગણી વગર સીધો ઊભો રહ્યો હતો. ચુકાદા પછી, તેને તેના બંને વકીલોને ગળે લગાવ્યા અને હળવું સ્મિત કર્યું હતું. તેને તેની પત્ની મેલિસાને ચુંબન કર્યું હતું અને તેઓ કોર્ટરૂમમાંથી એકસાથે બહાર નીકળી ગયા હતાં.

જ્યુરીએ ચુકાદો સંભળાવ્યો તેની થોડી મિનિટો પછી પ્રથમ મહિલા જીલ બાઇડન કોર્ટહાઉસમાં પહોંચ્યા હતાં.

LEAVE A REPLY