અમેરિકામાં પ્રેસિડેન્ટપદની ચૂંટણીની સત્તાવાર તારીખ આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણી પહેલાના મતદાનમાં 2016નો રેકોર્ડ તૂટી ગયો છે. ઇન્ડિપેન્ડેન્ટ વોટ મોનિટરે જણાવ્યું હતું કે, આ વખતે જે પ્રી-પોલીંગ થઇ રહ્યું છે તેમાં અત્યારસુધીના કુલ વોટિંગનો આંકડો 2016માં બેલેટ મતદાનના આંકડાથી આગળ નિકળી ગયો છે.
દેશમાં 3 નવેમ્બરે મતદાન યોજાવાનું છે. લાખો અમેરિકન્સે કોરોના વાઇરસ મહામારીની વચ્ચે પોલિંગ બૂથમાં મતદાન કરવા માટે જઇ રહ્યા છે. આ ઉપરાંત ઘણા લોકો મેઇલ કરી રહ્યા છે. યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા દ્વારા સંચાલિત યુએસ ઇલેક્શન પ્રોજેક્ટના આંકડા મુજબ અત્યાર સુધીમાં 59 મિલિયન લોકોએ પ્રી-પોલ મતદાન કર્યું છે. યુએસ ઇલેક્શન આસિસ્ટન્સ કમિશનની વેબસાઇટ મુજબ, 2016માં પ્રી-પોલ મતદાન અથવા મેઇલથી મતદાન કરનારની સંખ્યા 57 મિલિયન હતી. પ્રી પોલ મતદાનની પ્રાથમિકતા વધારવા માટે ડેમોક્રેટ્સ અત્યાર સુધીમાં આગળ છે, જોકે, બિડેન હજુ પણ ખૂબ જ વ્યસ્ત છે.
પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા મહિનાથી સાબિતી વગર એવા દાવા કરે છે કે, મેઇલ-ઇન-બેલેટથી છેતરપિંડી થાય છે, આ સ્થિતિમાં ઘણા રીપબ્લિકન્સ ચૂંટણીના દિવસે જ મતદાન કરશે. જો કે, ઇલેક્શન પ્રોજેક્ટના વડા અને યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર માઇકલ મેકડોનાલ્ડને આ રણનીતિ થોડી જોખમી લાગે છે.
તેમણે જણાવ્યું હતું કે, મતદારોના મનમાં ફેરફાર અથવા મતદાનના દિવસે ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઊભા થવાના પડકારો હશે. ઇલેક્શન પ્રોજેક્ટના અનુમાન મુજબ આ વર્ષે મતદાન 150 મિલિયન થઇ શકે છે. 2016માં 137 મિલિયન બેલેટ વોટિંગ થયું હતું. આ વર્ષે ચૂંટણીમાં મહત્ત્વના કેટલાક રાજ્યોમાં રેકોર્ડ તૂટ્યો છે.
ઇલેક્શન પ્રોજેક્ટના જણાવ્યા મુજબ ટેક્સાસમાં 2016માં જેટલું મતદાન થયું હતું તેનું 80 ટકા મતદાન અત્યાર સુધીમાં થઇ ચૂક્યું છે. ટેક્સાસમાં 1980 પછી રીપબ્લિકન ઉમેદવારને સમર્થનને વલણ રહ્યું છે. જોકે, ચૂંટણી સર્વેમાં ટ્રમ્પ કરતા ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન આગળ છે.