અમેરિકાના ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટે ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયાને $121.5 મિલિયન જેટલી જંગી રકમ પેસેન્જર્સને ટિકિટના રીફંડ પેટે તેમજ અને $1.4 મિલિયનની પેનલ્ટી ચૂકવવાનો આદેશ આપ્યો છે. ફ્લાઇટ્સના કેન્સલેશન અથવા ફેરફારને કારણે પેસેન્જર્સને રીફંડમાં અત્યંત વિલંબને કારણે આ પેનલ્ટી ફરમાવવામાં આવી છે. રીફંડના આવા મોટા ભાગનો કેસો કોરોના મહામારી દરમિયાનના છે.

ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટે સોમવારે જણાવ્યું હતું કેએર ઈન્ડિયા સહિત કુલ છ એરલાઈન્સ રીફંડ તરીકે કુલ $600 મિલિયનથી વધુ રકમ ચૂકવવા સંમત થઈ છે. એર ઈન્ડિયાની “રીફંડ ઓન રીકવેસ્ટ” નીતિ અમેરિકાના ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટની પોલિસીથી વિપરિત છે. અમેરિકાની નીતિ મુજબ ફ્લાઇટ કેન્સલ થાય અથવા તેમાં ફેરફાર થાય તો કાયદેસર રીતે ટિકિટના નાણા રીફંડ આપી જ દેવાના હોય છે.

રીફંડના આ કેસો ટાટા ગ્રૂપ એર ઇન્ડિયાનું માલિક બન્યું તે પહેલાના છે.

સત્તાવાર તપાસ મુજબ એર ઇન્ડિયા સામે અમેરિકાના ટ્રાન્સપોર્ટેશન વિભાગ સમક્ષ રીફંડની કુલ 1,900 ફરિયાદો થઈ હતી. આમાંથી અડધો અડધ ફરિયાદના નિકાલ માટે એર ઇન્ડિયાને 100થી વધુ દિવસ લાગ્યા હતા. એર ઇન્ડિયાને પેસેન્જર્સે સીધી ફરિયાદ કરી હોય અને રીફંડની રિકવેસ્ટ કરી હોય તેવી અરજીઓનો નિકાલ કરવામાં કેટલો સમય લાગ્યો હતો તેની માહિતી એરલાઇન્સ અમેરિકન એજન્સીને આપી શકી નહોતી.

ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે “એર ઈન્ડિયાની રીફંડ નીતિ ગમે તે હોયપરંતુ કંપનીએ સમયસર રીફંડ આપ્યું નહોતું. પરિણામે ગ્રાહકોને તેમનું રીફંડ મેળવવામાં ભારે વિલંબથી મોટું નુકસાન થયું હતું.” એર ઈન્ડિયાને તેના મુસાફરોને રિફંડ તરીકે $121.5 મિલિયન અને દંડ તરીકે $1.4 મિલિયન ચૂકવવાનો આદેશ કરાયો હતો.

એર ઈન્ડિયા ઉપરાંત ફ્રન્ટિયર, TAP પોર્ટુગલએરો મેક્સિકો, EI AI અને એવિન્કાને પણ પેનલ્ટી ફટકારવામાં આવી છે. ફ્રન્ટિયરને રીફંડ તરીકે $222 મિલિયન અને પેનલ્ટી તરીકે $2.2 મિલિયન, TAP પોર્ટુગલને રીફંડ તરીકે $126.5 મિલિયન અને દંડ તરીકે $1.1 મિલિયન ચૂકવવાનો આદેશ થયો છે. આ ઉપરાંત એવિયાન્કાએ $76.8 મિલિયન રીફંડ અને $750,000 પેનલ્ટી, EI AI એ $61.9 મિલિયન રીફંડ અને $900,000 દંડ તથા એરો મેક્સિકોને $13.6 મિલિયન રીફંડ અને $900,00 દંડ ચુકવવાનો છે.

$600 મિલિયના રીફંડ આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટે જાહેરાત કરી છે કે તે રીફંડમાં ભારે વિલંબ માટે આ છ એરલાઇન્સ સામે $7.25 મિલિયનથી વધુ સિવિલ પેનલ્ટીની તપાસ કરી રહ્યું છે. સોમવારની પેનલ્ટી સાથે ડિપાર્ટમેન્ટની એવિએશન કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓફિસે 2022માં સિવિલ પેનલ્ટીના $8.1 મિલિયન દાવાની તપાસ કરી છેજે અત્યાર સુધીના સૌથી વધુ છે.

અમેરિકાના કાયદા હેઠળ ગ્રાહકોને રીફંડ ચુકવવાની કાનૂની જવાબદારી એરલાઇન્સ અને ટિકિટ એજન્ટના માથે છે. એરલાઇન્સ અમેરિકા જતીત્યાંથી ઉપડતી અને અમેરિકાની આંતરિક ફ્લાઇટ કેન્સલ કરે અથવા તેમાં મોટો ફેરફાર કરે અને પેસેન્જર બીજો વિકલ્પને સ્વીકારવા માંગતા ન હોય તો એરલાઇન્સે ઝડપથી રિફંડ ચૂકવવાનું હોય છે. એરલાઇન માટે રીફંડનો ઇનકાર કરે અને તેના બદલે આવા ગ્રાહકોને વાઉચર્સ આપવા ગેરકાયદે ગણાય છે.

LEAVE A REPLY