અમેરિકાએ તેના એરસ્પેસમાં વધુ એક શંકાસ્પદ ફ્લાઇંગ ઓબ્જેક્ટને તોડી પાડ્યું હતું. અગાઉના દિવસે તેને કેનેડાના આકાશમાં આવી ઉડતી વસ્તુને તોડી પાડી હતી. છેલ્લાં કેટલાંક દિવસોમાં આકાશમાં ઉડતી શંકાસ્પદ વસ્તુને તોડી પડાઈ હોય તેવી અમેરિકા અને કેનેડાની આ ચોથી ઘટના છે. ચીનના જાસૂસી બલૂન સિવાયની બાકીની ઉડતી વસ્તુ શું હતી તેની અમેરિકા કે કેનેડાએ સ્પષ્ટતા કરી નથી.
પેન્ટાગોન પ્રેસ સેક્રેટરી બ્રિગેડિયન જનરલ પેટ રાયડર રવિવારે જણાવ્યું હતું કે મિશિગન રાજ્યમાં હ્યુરોન લેક પર યુએસ એરસ્પેસમાં આશરે 20,000 ફૂટની ઊંચાઈએ ઉડતી એરબોર્ન ઑબ્જેક્ટને સફળતાપૂર્વક તોડી પાડી હતી. પ્રેસિડન્ટના જો બિડેનના આદેશ પર F-16 ફાઇટર જેટએ AIM9x ફાયર કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં થોડા સમયમાં આકાશમાં આ પ્રકારની શંકાસ્પદ વસ્તુઓ દેખાવાની ઘટના સતત બની રહી છે. બે જ દિવસમાં આ બીજી ઘટના છે. ચીનના પ્રથમ બલૂનની
અગાઉ AUS ફાઈટર જેટે એક સંયુક્ત અભિયાનના ભાગ રુપે કેનેડાના આકાશમાં એક શંકાસ્પદ વસ્તુને તોડી પાડી હતી. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કહ્યું કે તેમણે આ ઓબ્જેક્ટને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. એક દિવસ પહેલા અમેરિકાએ અલાસ્કાના આકાશમાં ઉડી રહેલા એક શંકાસ્પદ ઓબ્જેક્ટને તોડી પાડ્યું હતું. ટ્રૂડોએ ટ્વિટ કરીને કહ્યું કે, કેનેડિયન અને અમેરિકન જેટે સાથે મળીને ઓબ્જેટને તોડી પાડી હતી. કેનેડિયન સેના હવે તે શંકાસ્પદ વસ્તુના કાટમાળને રિકવર કરશે અને તેની તપાસ કરશે. તેમણે અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડન સાથે આ પ્રકારની ઘટનાઓ વિશે વાતચીત કરી છે. કેનેડાના સંરક્ષણ પ્રધાને પોતાના અમેરિકન સમકક્ષ લૉયડ ઓસ્ટિન સાથે પણ આ પ્રકારની ઘુસણખોરી બાબતે ચર્ચાવિચારણા કરી હતી.
અમેરિકાએ શનિવારે ચીનના એક સ્પાય બલૂનને તોડી પાડ્યું હતું. નાટોએ પણ આ સમગ્ર બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. અમેરિકામાં દેખાયેલા ચીનના સ્પાય બલૂનને કારણે અમેરિકા અને ચીન વચ્ચે તણાવ શરુ થયો છે. ચીને સ્વીકાર્યું છે કે આ બલૂન તેનુ હતું પરંતુ તે જાસૂસીના ઉદ્દેશ્યથી મોકલવામાં નથી આવ્યું.