કોરોના મહામારીના સંકટનો સામનો કરી ચુકેલા અમેરિકામાં હવે સ્થિતિ સામાન્ય બની રહી છે. અમેરિકાના આરોગ્ય અધિકારીઓના કહેવા પ્રમાણે સંપૂર્ણપણે વેક્સિનેટેડ થઈ ચુકેલા અમેરિકનોએ ભારે ભીડ સિવાયની જગ્યાઓએ માસ્ક પહેરવાની જરૂર નથી.
સેન્ટર્સ ફોર ડીસિઝ કંટ્રોલ (સીડીસી)ની નવા ગાઇડન્સ મુજબ સંપૂર્ણપણે વેક્સીનેટેડ લોકો માસ્ક પહેર્યા વગર ખુલ્લામાં ખાઈ શકે છે અને ચાલી શકે છે અથવા નાના સમારંભમાં હાજરી આપી શકે છે. જો કોઇ મોટા પ્રોગ્રામ, પરેડ કે સ્પોર્ટ્સ ઇવેન્ટમાં માસ્ક હજુ પણ જરૂરી છે.
અમેરિકાની મુખ્ય આરોગ્ય સીડીસીએ સ્પષ્ટપણે કહ્યું છે કે, સંપૂર્ણપણે વેક્સિનેશન કરાવી ચુક્યા હોય તેવા અમેરિકનોએ અજાણ્યા લોકોની ભારે ભીડ હોય તેવા સ્થળોને છોડીને અન્ય જગ્યાએ માસ્ક પહેરવાની જરૂર નથી.
અમેરિકના પ્રેસિડન્ટ બાઈડેને ટ્વીટમાં લખ્યું હતું કે, COVID-19 સામેની લડાઈમાં આપણે જે અસાધારણ પ્રગતિ કરી છે, તેના કારણે CDCએ આજે મોટી જાહેરાત કરી છે. બાઈડને લખ્યું હતું કે, ‘જો તમે સંપૂર્ણપણે વેક્સિનેશન કરાવી ચુક્યા છો તો તમારે ભીડભાડવાળી જગ્યા છોડીને બાકીની જગ્યાએ માસ્ક લગાવવાની આવશ્યકતા નથી. તમારા અને તમારી આજુબાજુના લોકોનો જીવ બચાવવા માટે વેક્સિનેશન જરૂરી છે.’