માનવજાત અને સમાજ વ્યવસ્થાના ઉદભવના પગલે માનવીય આસ્થા અને તેનું પાલન સદીઓથી ચાલી આવતી પરંપરા છે. ધાર્મિક આસ્થાના પાલનના ભાગરૂપે ભવ્યાતિભવ્ય મંદિરો, દેવળો, ગુરુદ્વારા, કે મસ્જિદોનું નિર્માણ પણ આદિકાળથી થતું આવ્યું છે. અમેરિકામાં પણ આવા 10 જોવાલાયક પવિત્ર સ્થળો છે.
વોશિંગ્ટન નેશનલ કેથેડ્રલ (વોશિંગ્ટન) – વિશ્વમાં છઠ્ઠા સૌથી મોટા કેથેડ્રલની નામના પામેલું આ ભવ્ય અને અૈતિહાલસિક કેથેડ્રલમાં 112 વિશાળ ગૌમુખ અને 215 ચમકદાર કાચની બારીઓ છે. 676 ફૂટ ઊંચું આ કેથેડ્રલ સેન્ટ પીટરની યાદમાં બનાવાયેલું છે.
બાપ્સ શ્રી સ્વામિનારાયણ મંદિર (ઇલિનોઇ) – ઇલીનોઇસના બાર્ટલેટમાં બનાવાયેલું અને 2004માં દર્શનાર્થે ખુલ્લું મૂકાયેલું આ ભવ્યાતિભવ્ય મંદિર અમેરિકામાં સૌથી મોટું હિંદુ મંદિર છે. સંપૂર્ણતયા શિલ્પશાસ્ત્ર ઢબે બનાવાયેલા આ મંદિરમાં હજારો વર્ષ જૂની ભારતીય હિંદુ પરંપરા અને ઇજનેરી કલાનું અદભુત સંમિશ્રણ છે. તુર્કીશ લાઇમસ્ટોન અને ઇટાલિયન માર્બલની કોતરણી કરીને તૈયાર ઢાંચાઓને ભારતથી લવા.યા હતા. 1700 સ્વયંસેવકોએ રાતદિવસ એક કરીને હિંદુવાદને સચિત્ર રજૂ કરતાં મંદિરનું નિર્માણ કર્યું હતું.
સોલ્ટલેક ટેમ્પલ (સોલ્ટ લેકસિટી) – સોલ્ટલેક સિટીના પ્રવાસ વખતે માણવાલાયક રમણીય સ્થળ એવા ઇસુખ્રિસ્તના ચર્ચ લેટર ડે સેન્ટસ (એલડીએસ)ના નિર્માણમાં 40 વર્ષ લાગ્યા હતા. અને 1893માં ખુલ્લું મૂકાયું હતું.
ટેમ્પલ ઇમાનુઅલ (ન્યૂ યોર્ક) – ન્યૂ યોર્કના ફીક્થ અને 65મી સ્ટ્રીટના ખૂણે આવેલું ટેમ્પલ ઇમાનુઅલ વિશ્વના સૌથી મોટા યહૂદી મંદિરોમાં સ્થાન પામે છે તેમાં 2500 શ્રદ્ધાળુઓને સમાવી શકે તેવો વિશાળ ખંડ છે.
ઇસ્લામિક સેન્ટર (વોશિંગ્ટન) – પાટનગરમાં આવેલી દૂતાવાસ હરોળમાં ઊભેલું ઇસ્લામિક સેન્ટર 1957 ખુલ્લી મૂકાયેલી ભવ્ય મસ્જિદ છે જે અમેરિકામાં પ્રારંભકાળમાં બંધાયેલી ઇમારતોમાંની એક અને સૌથી મોટી મસ્જિદોમાંની એક છે.
બિગ્હોર્ન મેડિસિન વ્હીલ (વ્યોમિંગ) – વ્યોમિંગની બિગ્હોર્ન પર્વતમાળામાં બે માઇલની ઊંચાઇએ આવેલું મેડીસીન વ્હીલ (લ્યૂનાર કેલેન્ડરના દિવસો દર્શાવતા) 28 સ્પોક્સ ધરાવે છે.
ગુરુદ્વારા સાહિબ ઓફ સેન મેસ (કેલિફોર્નિયા) – 1984માં ખુલ્લા મૂકાયેલા ગુરુદ્વારા સાહિબમાં 1000 શ્રદ્ધાળુને સમાવે તેવો વિશાળ ખંડ છે. સૌથી મોટી શીખ મંદિરમાં દર રવિવારે દિવાન માટે શીખ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટે છે. ખુલ્લા મેદાનનો વિશાળ પાર્ક અને લંગર (ડાઇનિંગ હોલ) સૌ કોઇ માટે દરરોજ ઉપલબ્ધ હોય છે.
ચેપલ ઇન હિલ્સ (દક્ષિણ ડાકોટા) – આદિકાળના લાકડાના ઢાંચારૂપ ચેપલ ઇન હિલ્સ 1969માં બંધાયેલું. તેની આબેહૂબ પ્રતિકૃતિ જેવું ચર્ચ નોર્વેમાં છે. જેને બોર્ગુંદ સ્ટેવ ચર્ચ કહે છે.
એબેન્ઝેર બાપ્ટિસ્ટ ચર્ચ (એટલાન્ટા) – એટલાન્ટા ગયા હો અને એબેન્ઝેર બાપ્ટિસ્ટ ચર્ચ ના જોયું હોય તો મુલાકાત અધૂરી ગણાય તેવી લોકપ્રિયતા ધરાવતા આ બાપ્ટિસ્ટ ચર્ચની મુલાકાત અગણિત લોકોએ લીધી છે. ડો. માર્ટિન લ્યૂથર કિંગ જુનિયર સાથે સંકળાયેલ આ ચર્ચની અૈતિહાસિકતા મહત્વની છે.
યુનિટી ટેમ્પલ (શિકાગો) – શિકાગોના યુનિટી ચર્ચની ડિઝાઇન સુપ્રસિદ્ધ અમેરિકન આર્કીટેક્ટ ફ્રાંક લોઇડ રાઇટની છે. 1905 યુનિટેરિયન ચર્ચને સળગાવી દેવાતા રાઇટે આ ચર્ચ બનાવ્યું હતું. 1908માં ખુલ્લા મુકાયેલા યુનિટી ચર્ચમાં પરંપરાગત ચર્ચોના તર્ક અને ડિઝાઇનને સ્થાન નથી.