યુનાઇટેડ સ્ટેટ્સના નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગબાર્ડ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફાઇલ ફોટો (ANI Photo)

અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ (DNI)ના ડાયરેક્ટર તુલસી ગબાર્ડે સોમવારે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની બહુ-રાષ્ટ્રીય યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેઓ જાપાન, થાઈલેન્ડ અને ભારતની મુલાકાત લેશે.

X પર એક પોસ્ટમાં ગબાર્ડે કહ્યું હતું કે હું ઇન્ડો-પેસિફિકના બહુ-રાષ્ટ્રીય પ્રવાસ કરીશ. આ એક એવો પ્રદેશ જેને હું ખૂબ સારી રીતે જાણું છું કારણ કે પેસિફિકના બાળક તરીકે હું મોટી થઈ છું. હું જાપાન, થાઇલેન્ડ અને ભારત જઈશ, ડીસી પાછા ફરતી વખતે ફ્રાન્સમાં થોડો સમય રોકાઈશ. પ્રેસિડન્ટ ટ્રમ્પના શાંતિ, સ્વતંત્રતા અને સમૃદ્ધિના ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે મજબૂત સંબંધો, સમજણ અને ખુલ્લા સંદેશાવ્યવહારના માર્ગો બનાવવા મહત્વપૂર્ણ છે. પ્રથમ રોકાણ હોનોલુલુમાં હશે, જ્યાં હું IC ભાગીદારો અને INDOPACOM નેતાઓ અને તાલીમમાં રોકાયેલા આપણા સૈનિકોની મુલાકાત લઈશ.

નોંધનીય છે કે, ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ વ્હાઇટ હાઉસના કોઈ ઉચ્ચ અધિકારીની આ પહેલી ભારત મુલાકાત છે.ફેબ્રુઆરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા મુલાકાત ગયા ત્યારે તુલસી

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments