વિશ્વભરના દેશોમાં કોરોના મહામારીને પગલે પ્રોત્સાહન પેકેજને ભાગરૂપે બજારમાં ઠાલવવામાં આવેલા નાણાને પગલે ફુગાવામાં વધારો થઈ રહ્યો છે. વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર અમેરિકામાં ડિસેમ્બરમાં ફુગાવો વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનાએ વધીને ત્રણ દાયકાની ટોચ સાત ટકાએ પહોંચ્યો છે. ફૂડ, ગેસ, ભાડાં અને અન્ય જરૂરિયાતોના ભાવમાં થયેલા વધારાના લીધે અમેરિકાના કુટુંબોના ખર્ચમાં વધારો થયો છે. ભારતમાં પણ રિટેલ ફુગાવો 5.59 ટકા થયો હતો.
ઊંચા ફુગાવાથી પ્રેસિડેન્ટ બિડેન અને ડેમોક્રેટ્સ સામે રાજકીય પડકાર સર્જાયો છે. ફુગાવાને નાથવા માટે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા છે. અમેરિકામાં વ્યાજદરમાં વધારાથી સમગ્ર વિશ્વના ફાઇનાન્શિયલ માર્કેટને અસર થશે
ભારતમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થતાં દેશનો રિટેલ ફુગાવો પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચતા ડિસેમ્બરમાં ૫.૫૯ ટકાએ પહોંચ્યો હતો. નવેમ્બર ૨૦૨૧માં રિટેલ ફુગાવો ૪.૯૧ ટકા હતો. રિટેલ ફુગાવે આ સ્તરે રિઝર્વ બેન્ક દ્વારા નક્કી કરાયેલી મહત્તમ મર્યાદાની ઘણો નજીક છે.