જસ્ટિસ ડીપાર્ટમેન્ટે 2020માં હેઇટ ક્રાઇમની ઘટનાઓ અંગેના નવા આંકડા 30 ઓગસ્ટે જાહેર કર્યા હતા, જે એફબીઆઇના યુનિફોર્મ ક્રાઇમ રીપોર્ટ્સમાંથી તૈયાર કરાયા છે. તેમાં એશિયન અમેરિકન્સે નોંધાવેલા પૂર્વગ્રહથી પ્રેરિત હુમલાઓનો માત્ર એક હિસ્સો લેવામાં આવ્યો છે.
આમ છતાં, યુસીઆરના આંકડા જસ્ટિસ ડીપાર્ટમેન્ટ અને એફબીઆઈ દ્વારા દર વર્ષે જાહેર કરવામાં આવે છે. તેમાં ઇન્ડિયન અમેરિકન્સ, ખાસ કરીને શીખ, મુસ્લિમ અને હિન્દુઓ સામે પક્ષપાત પ્રેરિત ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. 2020માં 71 શીખ અમેરિકન્સ હેઇટ ક્રાઇમનો ભોગ બન્યા હતા, 47 અપરાધીઓએ 67 હુમલામાં ઇન્ડિયન અમેરિકન સમુદાયને ટાર્ગેટ બનાવાયા હોવાનું એફબીઆઈના રીપોર્ટમાં જણાવાયું હતું. 2019થી આવી ઘટનાઓમાં મોટો વધારો જણાયો હતો, જેમાં 50 શીખ અમેરિકન્સને હેઇટ ક્રાઇમનો ભોગ બનવું પડ્યું હતું.
ચિંતાજનક બાબત એ છે કે, હિન્દુ અમેરિકન્સ સામે હેઇટ ક્રાઇમની સંખ્યામાં 500 ટકાથી વધુનો વધારો થયો છે, જે વર્ષ 2019માં માત્ર બે હતા, 2020માં 11 હતા. છ ગુનેગારોએ હિન્દુ અમેરિકન્સ સામે 11 હુમલા કર્યા હતા. એફબીઆઈએ વર્ષ 2020માં બૌદ્ધો વિરુદ્ધ આ પ્રકારના 15 હુમલા થયા હતા.
જોકે, આશ્ચર્યજનક બાબત એ છે કે, મુસ્લિમ અમેરિકન્સ સામે હેઇટ ક્રાઇમની સંખ્યા ઘટીને અડધી થઈ છે, 121 ગુનેગારોએ મુસ્લિમો સામે 104 હુમલા કર્યા હતા અને તેમાં 124 લોકો ભોગ બન્યા હતા. એફબીઆઈ પાસે 2016થી હિન્દુઓ અને શીખો માટે જુદા જુદા આંકડા છે.
એશિયન અમેરિકન્સને ટાર્ગેટ બનાવતી હેઇટ ક્રાઇમની કુલ 324 ઘટનાઓ FBI દ્વારા નોંધવામાં આવી હતી, જે વેબ પોર્ટલ Stop AAPI Hate પર એકત્રિત પોતે નોંધાવેલી ઘટનાઓનો એક નાનો ભાગ છે, જે ગયા વર્ષે શરૂ કરાયું હતું કારણ કે કોવિડ મહામારી દરમિયાન એશિયન અમેરિકન સમૂદાયને વધુ ટાર્ગેટ બનાવવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એશિયન અમેરિકન્સને કોવિડના ‘ઉદભવ’ માટે વારંવાર ‘ચાઇના વાઇરસ’ અને ‘કુંગ ફ્લૂ’ કહ્યા હતા.
જૂનના અંત સુધીમાં Stop AAPI Hate પોર્ટલ પર પક્ષપાતના 6,600 થી વધુ રીપોર્ટ હિન્દી, પંજાબી અને ઉર્દૂ સહિત અનેક ભાષાઓમાં મુકાયા હતા. એફબીઆઈના આંકડા મુજબ હેઇટ ક્રાઇમ માટે જાતીગત અને વંશીય પૂર્વગ્રહ અત્યાર સુધી સૌથી મોટો પ્રેરકબળ માનવામાં આવ્યું હતું.