California court allows extradition of 26/11 accused Tahavur Rana

કેલિફોર્નિયાની કોર્ટે જેલમાં બંધ પાકિસ્તાની મૂળના કેનેડિયન ઉદ્યોગપતિ તહવ્વુર રાણાનું ભારતમાં પ્રત્યાર્પણ કરવાની છૂટ આપી છે. મુંબઈમાં 2008ના આતંકી હુમલામાં તેની સંડોવણી છે અને ભારતે તેને વોન્ટેડ જાહેર કરેલો છે.
લોસ એન્જલસના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટમાં યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ જેક્લીન ચુલજિયનએ 16 મેના આદેશમાં જણાવ્યું હતું કે કોર્ટ નિષ્કર્ષ પર આવે છે કે 62 વર્ષીય રાણા ગુનાઓને કારણે પ્રત્યાર્પણપાત્ર છે જેના માટે પ્રત્યાર્પણની વિનંતી કરવામાં આવી હતી અને જેના પર યુનાઇટેડ સ્ટેટ્સ કાર્યવાહી કરી રહ્યું છે.

ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA 2008માં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા 26/11ના હુમલામાં તેમની ભૂમિકાની તપાસ કરી રહી છે.આ હુમલાઓમાં તેની ભૂમિકા માટે ભારત દ્વારા પ્રત્યાર્પણની વિનંતી પર યુએસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. NIAએ કહ્યું છે કે તે રાજદ્વારી માધ્યમો દ્વારા તેને ભારત લાવવાની કાર્યવાહી શરૂ કરવા માટે તૈયાર છે.

કોર્ટની સુનાવણી દરમિયાન ફેડરલ પ્રોસિક્યુટર્સે દલીલ કરી હતી કે રાણા જાણતો હતો કે તેનો બાળપણનો મિત્ર પાકિસ્તાની-અમેરિકન ડેવિડ કોલમેન હેડલી લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો અને હેડલીની મદદ કરીને અને તેને તેની પ્રવૃત્તિઓ માટે કવર આપીને તે આતંકવાદી સંગઠનને ટેકો આપી રહ્યો હતો. રાણાને હેડલીની મીટિંગ, શું ચર્ચા કરવામાં આવી હતી અને કેટલાક ટાર્ગેટ સહિત હુમલાના પ્લાનિંગની જાણકારી હતી.

યુએસ સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાણા ષડયંત્રનો ભાગ હતો અને તેને આતંકવાદી કૃત્ય આચરવાનો નોંધપાત્ર ગુનો કર્યો હતો. 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં 6 અમેરિકનો સહિત કુલ 166 લોકો માર્યા ગયા હતા. તેમાં 10 પાકિસ્તાની આતંકવાદીઓએમુંબઈના પ્રતિષ્ઠિત અને મહત્વપૂર્ણ સ્થળો પર હુમલા કરીને લોકોને મારી નાખ્યા હતા.

LEAVE A REPLY