અમેરિકાના કનેક્ટિકટ રાજ્યની એક કોર્ટે 2012ના સેન્ડી હૂક એલિમેન્ટરી સ્કૂલ ગોળીબારની ઘટના પાછળ ષડયંત્ર હોવાનો દાવો કરનાર એલેક્સ જોન્સને આદેશ આપ્યો છે કે તે આ શૂટિંગના મૃતકોના પરિવારજનોને નુકસાન ભરપાઈ તરીકે $965 મિલિયન ચુકવે.
ન્યૂઝ એજન્સીએ બુધવારે જ્યુરીના નિર્ણયને ટાંકીને જણાવ્યું હતું કે, અમેરિકન જમણેરી વિચારધારા ધરાવતા રેડિયો શોના આ હોસ્ટે 15 ફરિયાદીને વળતર અને પેનલ્ટી તરીકે આ રકમ ચૂકવવી પડશે.
જોન્સે દાવો કર્યો હતો કે 14 ડિસેમ્બર, 2012ના ન્યૂટન, કનેક્ટિકટની આ શાળામાં ગોળીબાર યુ.એસ.ના સત્તાવાળાઓ દ્વારા બંદૂક નિયંત્રણના પગલાં લાદવા માટેનું એક ષડયંત્ર હતું. આ દાવા પછી મૃતકોના પરિવારોએ તેના પર કાનૂની દાવો કર્યો હતો. આ ગોળીબારમાં છ થી સાત વર્ષની વયના 20 બાળકો અને પુખ્ત વયના છ લોકોના મોત થયા હતા.
48 વર્ષીય જોન્સ ષડયંત્રની થીયરી બદલ માફી માંગી છે અને ઓગસ્ટમાં ટેક્સાસમાં અન્ય પીડિતોના સંબંધીઓને આશરે $50 કરોડનું નુકસાન ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
જોન્સે બુધવારે તેના શો પર જણાવ્યું હતું કે હું નાદારીમાં છું. તમે લડવા માંગો છો. તે સારું છે.તે હવે સ્વીકારે છે કે હુમલો “100 ટકા વાસ્તવિક” હતો. જોન્સ હજુ પણ સેન્ડી હૂક શૂટિંગના મામલામાં ત્રીજા બદનક્ષી ટ્રાયલનો સામનો કરી રહ્યો છે. આ કેસની સુનાવણી આ વર્ષના અંતમાં ટેક્સાસમાં શરૂ થશે..