એક અગ્રણી અમેરિકન કોંગ્રેસવૂમને શુક્રવારે યુએસ કોંગ્રેસમાં દિવાળીના તહેવાર નિમિત્તે ફેડરલ રજા જાહેર કરવા માટે એક બિલ રજૂ કર્યું હતું, જેનું દેશભરના વિવિધ સમુદાયો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ અંગે ગ્રેસ્ડ મેંગે પત્રકારોને જણાવ્યું હતું કે, “દિવાળી એ વિશ્વભરના અબજો લોકો માટે અને ક્વીન્સ, ન્યૂયોર્ક અને અમેરિકામાં અસંખ્ય પરિવારો અને સમુદાયો માટે વર્ષનો સૌથી મહત્વપૂર્ણ દિવસો પૈકીનો એક છે.
જ્યારે કોંગ્રેસ દ્વારા દિવાળી ડે એક્ટ પસાર કરવામાં આવશે અને પ્રેસિડેન્ટ દ્વારા કાયદામાં તેની મંજૂરી આપવામાં આવશે ત્યારે આ દીપોત્સવના તહેવારને અમેરિકામાં 12મી ફેડરલ માન્યતા પ્રાપ્ત રજા તરીકે જાહેર કરવામાં આવશે.

કોંગ્રેસવૂમન મેંગે જણાવ્યું હતું કે, દિવાળી માટેની ફેડરલ રજાની શરૂઆત, અને તે દિવસે રજા, પરિવારો અને મિત્રોને સાથે મળીને ઉજવણી કરવાની મંજૂરી મળશે, અને તે દર્શાવશે કે સરકાર દેશની વિવિધ સાંસ્કૃતિક બાબતોને મહત્ત્વ આપે છે. “અહીં ક્વીન્સમાં દિવાળીની ઉજવણીનો એક અદભુત સમય હોય છે, અને દર વર્ષે આ દિવસ ઘણા લોકો માટે કેટલો મહત્વપૂર્ણ છે તે જોવાનું સરળ હોય છે. અમેરિકાને વિવિધ અનુભવો, સંસ્કૃતિઓ અને સમુદાયોમાંથી શક્તિ પ્રાપ્ત થાય છે.”

મેંગે વધુમાં કહ્યું હતું કે, “મારો દિવાળી ડે એક્ટ તમામ અમેરિકનોને આ દિવસના મહત્વ વિશે શિક્ષિત કરવા અને અમેરિકાની સંપૂર્ણ વૈવિધ્યતાને રજૂ કરવાની ઉજવણી તરફનું એક પગલું છે. હું કોંગ્રેસ દ્વારા આ બિલને આગળ વધારવા માટે આતુર છું.”

આ પગલાંને આવકારતાં, ન્યૂયોર્કની એસેમ્બલીવૂમન જેનિફર રાજકુમારે કહ્યું, “આ વર્ષે, અમે અમારા સમગ્ર રાજ્યને દિવાળી અને સાઉથ એશિયન સમુદાયને માન્યતા આપવાના સમર્થનમાં એક અવાજે બોલતા જોયા છે.”

 

 

LEAVE A REPLY