કોરોના વાઇરસના રોગના નિવારણ, તેની સારવારની શોધ માટેની સ્પર્ધામાં ટેક્સાસ સ્થિત બાયલર કોલેજ ઓફ મેડિસિને (BCM) ભારતની એક ફાર્મા કંપની સાથે કરાર કર્યા છે. BCM દ્વારા બાયોલોજિકલ ઇ લિમિટેડ (BE) સાથે કરાયેલા કરાર મુજબ તેઓ સુરક્ષિત, અસરકારક અને પોષાય તેવા ભાવે રસી વિકસાવશે અને તે પ્રાપ્ય બનાવશે. BCMના જણાવ્યા મુજબ, હૈદ્રાબાદમાં મુખ્ય ઓફિસ ધરાવતી BE પાસે રીકોમ્બિનન્ટ પ્રોટીન કોવીડ-19 રસી માટેનું લાયસન્સ છે, જે બેયલર ખાતે વિક્સિત થઇ છે.
કંપનીએ બેયલરની ટેકનોલોજી અને હાલના આ વૈશ્વિક રોગચાળાને નાથવા સંભવતઃ કેવી રીતે કોઈ રસી શોધી શકાય તે અંગે પ્રારંભિક ચર્ચા કર્યા પછી બીસીએમ વેન્ચર્સ ટીમ સાથે લાયસન્સ અંગેની પ્રક્રિયા હાથધરી છે. ટેક્સાસ સ્થિત બીસીએમએ આ અંગે જણાવ્યું હતું કે, કંપની રસીના વધુ વિકાસ અને વ્યાવસાયિકરણ માટે તેના ભૂતકાળના અનુભવનો ટેકનોલોજિકલ લાભ લેશે, જે અત્યારે અનુકૂળ થયેલી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.
ગત અઠવાડિયે હ્યુસ્ટનમાં કોન્સલ જનરલ ઓફ ઇન્ડિયા અસીમ મહાજન દ્વારા આયોજિત એક વેબિનારમાં બેયલર ખાતેના નેશનલ સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસિનના પ્રોફેસર અને ડીન ડો. પીટર હોટેઝે જણાવ્યું હતું કે, ‘કોવિડ-19ના કેસીઝમાં ભારત ત્રીજા સ્થાને છે, તેવી માહિતીથી ચિંતા વધી છે. દક્ષિણ એશિયાના ગીચ શહેરી વિસ્તારોમાં ચેપ વ્યાપક, ગંભીર અને જીવલેણ બનવાનું જોખમ છે.’
ભારતમાં આ રોગના 34,00,000 થી વધુ કેસ નોંધાયા છે અને 62, 000 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અમેરિકામાં 58, 69,000 કેસીઝ છે અને 180,800 મૃત્યુ નોંધાયા છે. આ અંગે મહાજને જણાવ્યું હતું કે, હેલ્થકેર સેક્ટર દ્વારા આ અંગે ભારત અને અમેરિકામાં સ્થિર વધારાનું અનુમાન કરવામાં આવ્યું છે.
બંને દેશોની કંપનીઓને વૈશ્વિક પૂરવઠાની યોજના, સંયુક્ત સંશોધન અને ઉત્પાદન માટે ભાગીદારી કરવા સહિત સાથે કામ કરવાની આ ઉત્તમ તક છે. હોટેઝ અને તેમના સાથીઓ SAR અને MERS ની રસી બનાવી ચૂક્યા છે. હોટેઝ અને તેની ટીમ ઝડપથી કોવિડ-19ની રસી બનાવવા તરફ આગળ વધવા સક્ષમ છે, જેના પરિણામે ભારતમાં એક મોટા રસી ઉત્પાદક સાથે સંયોજન થયું.