F-16 ફાયટર જેટ (istockphoto.com)

અમેરિકાના બાઇડન વહીવટીતંત્રે પાકિસ્તાન માટે જંગી 450 મિલિયન ડોલરના એફ-16 ફાઇટર જેટ ફ્લીટ સબસ્ટેઇનમેન્ટ પ્રોગ્રામને મંજૂરી આપી છે. પાકિસ્તાનને આ સહાય એટલા માટે આપવામાં આવી રહી છે જેથી તે વર્તમાન અને ભવિષ્યમાં ત્રાસવાદના ખતરાનો સામનો કરી શકે. છેલ્લા ચાર વર્ષમાં ઈસ્લામાબાદને આપવામાં આવી રહેલી આ સૌથી મોટી સુરક્ષા સહાય છે.

અમેરિકી સંસદને આપેલી એક સૂચનામાં વિદેશ વિભાગે જણાવ્યું હતું કે તેણે F-16 ફાઇટર જેટની જાળવણી માટે પાકિસ્તાનને સંભવિત વિદેશી સૈન્ય વેચાણ (FMS)ને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. મંત્રાલયે દલીલ રજુ કરી હતી કે આનાથી ઈસ્લામાબાદને વર્તમાન અને ભવિષ્યમાં આતંકવાદના જોખમોનો સામનો કરવાની ક્ષમતા જાળવી રાખવામાં મદદ મળશે.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ વહીવટીતંત્રે 2018 માં આતંકવાદી જૂથો, અફઘાન તાલિબાન અને હક્કાની નેટવર્ક પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેવા બદલ તેને અપાનાર આશરે બે અબજ ડોલરની નાણાકીય સહાય સ્થગિત કરી દીધી હતી.

LEAVE A REPLY