ફાઇલ ફોટો (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 21 જૂનથી અમેરિકા યાત્રા પહેલા ભારતના સંરક્ષણ મંત્રાલયે અમેરિકા પાસેથી 3 બિલિયન ડોલરમાં 30 MQ-9B  પ્રિડેટર ડ્રોન ખરીદવાની ડીલને ગુરુવારે મંજૂરી આપી હતી. ભારત સરકાર-સરકાર વચ્ચેની ડીલ હેઠળ અમેરિકાની ડિફેન્સ કંપની જનરલ એટોમિક્સ ગ્લોબલ કોર્પોરેશન પાસેથી આ ડ્રોનની ખરીદી કરશે. સૂત્રોએ જણાવ્યું  હતું કે 21 જૂને યુએસ પ્રમુખ જો બાઇડન સાથેની દ્વિપક્ષીય બેઠક બાદ મોદીની વોશિંગ્ટન મુલાકાત દરમિયાન આ ડીલની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)ની બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ સોદાને મંજૂરી આપી હતી. આને હવે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) દ્વારા મંજૂર કરવાની રહેશે. જે મોદીના યુએસ પ્રવાસ માટે “પહેલાં” થશે

આ ડ્રોનની ખરીદીથી ભારતની હવાઈ સુરક્ષા અને ઈન્ટેલિજન્સ વધુ મજબૂત થશે. ભારત ત્રણ બિલિયન ડોલરમાં ૩૦ એમક્યુ-૯ ડ્રોન ખરીદશે, જેમાંથી આર્મી અને એરફોર્સને ૮-૮ તથા નેવીને ૧૪ ડ્રોન મળશે. આ ડ્રોન ૧૨૦૦ કિ.મી. દૂરથી જ દુશ્મન પર મિસાઈલથી હુમલો કરવા સક્ષમ છે.

અમેરિકાએ જનરલ એટોમિક્સ એરોનોટિકલ સિસ્ટમ દ્વારા ઉત્પાદિત આ મિસાઈલ ડ્રોનનો ઉપયોગ ઈરાક અને અફઘાનિસ્તાનમાં આતંકીઓના સફાયા માટે કર્યો હતો. આ ડ્રોનમાં ફીટ કરવામાં આવતા મિસાઈલ નાના-નાના ટાર્ગેટ્સનો નાશ કરી શકાય છે. આ ડ્રોન ૫૦,૦૦૦ ફૂટની મહત્તમ ઊંચાઈ પર ઊડી શકે છે અને તેની ટોપ સ્પીડ પ્રતિ કલાક ૪૪૫ કિ.મી. છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૨ જૂને અમેરિકાના સત્તાવાર રાજકીય પ્રવાસે જઈ રહ્યા છે. તેમના આ પ્રવાસ પહેલાં બાઈડેન સરકારે અમેરિકા દ્વારા નિર્મિત હથિયારોથી સજ્જ ડ્રોન ભારતને વેચવા પર ભાર મૂક્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, પીએમ મોદીના અમેરિકા પ્રવાસ સમયે પીએમ મોદી અને પ્રમુખ બાઈડેન વચ્ચે હથિયારો અને જમીની વાહનોના સંયુક્ત ઉત્પાદન પર અંગે પણ ચર્ચા થવાની સંભાવના છે. સમાચાર એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ ભારતે ઘણા સમયથી અમેરિકા પાસેથી હથિયારોથી સજ્જ એમક્યુ-૯ પ્રીડેટર ડ્રોન ખરીદવામાં રસ દર્શાવ્યો છે.

LEAVE A REPLY