REUTERS/Lisi Niesner

અમેરિકાની મિલિટરીએ પૂર્વ સિરિયામાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) અને સંલગ્ન જૂથોના બે આતંકી અડ્ડા પર હુમલા કર્યા હતાં, એમ સંરક્ષણપ્રધાન લોઇડ ઓસ્ટિને ગુરુવારે જણાવ્યું હતું.

તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇરાન સમર્થિત આતંકી જૂથો 17 ઓક્ટોબરથી ઇરાક અને સિરિયામાં અમેરિકાના સૈનિકો સામે સંખ્યાબંધ અને મોટાભાગે નિષ્ફળ હુમલા કર્યા છે. તેનાથી જવાબ રૂપે અમેરિકાએ સ્વબચાવમાં આ હુમલા કર્યા હતા. હુમલા દરમિયાન એક અમેરિકી નાગરિક કોન્ટ્રાક્ટરનું હૃદયરોગની ઘટનાથી મૃત્યુ થયું હતું, અને 21 અમેરિકી સૈન્ય કર્મચારીઓને “નાની ઈજાઓ થઈ હતી, પરંતુ બધા ફરજ પર પાછા ફર્યા છે. અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને અગાઉ ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીને સીધી ચેતવણી આપી હતા.

પેન્ટાગોને જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં ઈરાકમાં અમેરિકી સૈન્ય મથકો અને સૈનિકો પર ઓછામાં ઓછા 12 અને સીરિયામાં 4 હુમલા થયા છે. એરફોર્સના બ્રિગેડિયર જનરલ પેટ રાઈડરે કહ્યું કે એ બે હુમલામાં 21 અમેરિકી કર્મચારીઓ ઘવાયા હતા. જેમાં ઈરાકમાં અલ અસદ એરબેઝ અને સીરિયામાં અલ તનફ ગેરીસનને નિશાન બનાવવા માટે ડ્રોનનો ઉપયોગ કરાયો હતો.

સીરિયા પર કરાયેલા આ હુમલાના જવાબમાં અમેરિકી (USA) સંરક્ષણ સચિવ લોયડ જે.ઓસ્ટિને કહ્યું કે આજે અમેરિકી સૈનિકોએ સીરિયામાં ઈરાનના ઈસ્લામિક રેવોલ્યૂશનરી ગાર્ડ્સને નિશાન બનાવ્યા છે અને આ હુમલો આત્મરક્ષા માટે કરાયા હતા. હવે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સ્થિતિ વકરતી જઈ રહી છે.

 

LEAVE A REPLY