અમેરિકામાં આવતા વર્ષે માર્ચ મહિના સુધીમાં 100 મિલિયન લોકોને કોરોના સામે લડવા માટેની રસી આપવાની આશા રાખવામાં આવી છે, તેમ યુએસ કોવિડ-19 વેક્સિન પ્રોગ્રામના મુખ્ય સલાહકારે રવિવારે જણાવ્યું હતું. પ્રથમ રસી માટે અમેરિકન નિયંત્રકને સંકટ માટે અધિકૃત કરવામાં આવ્યા છે. શુક્રવારે રાત્રે પ્રથમ રસી યુ.એસ નિયંત્રક દ્વારા તાત્કાલિક ઉપયોગ માટે અધિકૃત કરવામાં આવી હતી અને તેનું મોકલવાનું શરૂ રવિવારે થયું હતું.
રવિવારે ફોક્સ ન્યૂઝ સન્ડેને આપેલા એક ઇન્ટરવ્યૂમાં યુએસ ઓપરેશન વ્રેપ સ્પીડ ચીફ એડવાઇઝર ડો. મોનસેફ સ્લાઉએ જણાવ્યું હતું કે, અમે 2021ના પ્રથમ ત્રણ મહિનામાં 100 મિલિયન લોકોને રસી આપીશું.
તેમણે જણાવ્યું હતું કે, ડિસેમ્બરના અંત સુધીમાં અમેરિકામાં રસીના 40 મિલિયન ડોઝનું વિતરણ થઇ જવાની આશા છે, જેમાં ફાઇઝરની અધિકૃત રસીનો સમાવેશ થાય છે, જ્યારે મોર્ડના ઇન્ક.ની આ પ્રકારની જ તાત્કાલિક ઉપયોગમાં લેવાય તેવી રસીને આ અઠવાડિયાના અંત સુધીમાં મંજૂરી મળવાની સંભાવના છે. અન્ય 50થી 80 મિલિયન ડોઝનું જાન્યુઆરી સુધીમાં વિતરણ કરવામાં આવશે, અને તેટલું જ વિતરણ ફેબ્રુઆરીમાં પણ કરાશે તેમ સ્લાઉએ જણાવ્યું હતું. રસી માટે વ્યક્તિદિઠ બે ડોઝ જરૂરી છે.
સ્લાઉએ જણાવ્યું હતું કે, અમે 2021ના બીજા ત્રિમાસિકગાળામાં 100 મિલિયન ડોઝ આપવાનો હેતુ સિદ્ધ કરવામાં તેમને મદદ કરવા અને સમર્થન માટે ફાઇઝર સાથે કામ કરી રહ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આરોગ્ય કર્મચારીઓને પ્રથમ રસી આપવામાં આવશે.
અમેરિકામાં જીવલેણ વાઇરસનો ચેપ ફેલાતો અટકાવવા અને ‘હર્ડ ઇમ્યુનિટી’ મેળવવા માટે દેશમાં અંદાજે 75 ટકા અથવા 80 ટકા વસ્તીને રસી આપવી પડશે, એમ તેમણે કહ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ મે અને જુન વચ્ચે આ લક્ષ્યાંક પર પહોંચવાની આશા રાખે છે. સ્લાઉએ જણાવ્યું હતું કે, ‘જો કે અમેરિકાના મોટાભાગના લોકો રસી લેવાનો નિર્ણય કરે છે અને સ્વીકારે છે તે જરૂરી છે.’ અમે લોકોના ખચકાટથી ચિંતિત છીએ. તેમણે જણાવ્યું હતું કે, તેમને આશા છે કે લોકો ખુલ્લા મને વિચારશે, ‘માહિતી મેળવશે અને જાહેરમાં સહમત થશે કે આ એક ખૂબ અસરકારક અને સલામત રસી છે અને તેથી તેઓ તેને સ્વીકારશે.’વ્યાપક ક્લિનિકલ તપાસમાં ફાઈઝરની રસી થોડી ગંભીર આડઅસરો સાથે ચેપ ફેલાતો રોકવામાં 95 ટકા અસરકારક હતી.