યુરોપ હાલમાં કોરોના વાઇરસના બીજા તબક્કાનો સામનો કરી રહ્યું છે અને તેનાથી આ યુરોઝોનના અર્થતંત્રને ફટકો પડવાની ધારણા છે. કોરોના વાઇરસને અંકુશમાં લેવા માટે અમલ કરાયેલા આકરા લોકડાઉનથી 2020ના બીજા ક્વાર્ટરમાં યુરો ઝોનના અર્થતંત્રમાં 11.8 ટકાનો તીવ્ર ઘટાડો થયો હતો.
અર્થશાસ્ત્રીઓ અગાઉ 2020ના બીજા છ મહિનામાં આર્થિક રિકવરીનો આગાહી કરી હતી, પરંતુ આ અંદાજ સામે હવે સવાલ ઊભા થયો છે. કોરોના કેસોમાં મોટો ઉછાળો આવતા ઘણા દેશો નવા નિયંત્રણો લાદી રહ્યા છે અથવાા અર્થતંત્રને ખુલ્લુ મુકવાની ગતિમાં ઘટાડો કરી રહ્યા છે.
આઇએનજીના ચીફ ઇકોનોમિસ્ટે જણાવ્યું હતું કે ડબલ ડીપ મંદી એટલે કે ચોથા ક્વાર્ટરમાં ફરી ઘટાડાની શક્યતામાં મોટો વધારો થયો છે. સ્પેન, ફ્રાન્સની જેમ બીજા દેશોમાં વધુ રિજનલ લોકડાઉનની ધારણા છે.યુરોપિયન સેન્ટ્રલ ફોર ડિસીઝ પ્રેવેન્શન એન્ડ કંટ્રોલે જણાવ્યું હતું કે યુરોપમાં 2.0 મિલિયન કન્ફર્મ કેસ થયા છે. સ્પેન અને ફ્રાન્સમાં હવે દરરોજ 10,000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.
આ સપ્તાહના આર્થિક ડેટા મુજબ યુરોઝોનમાં સપ્ટેમ્બર દરમિયાન રિકવરીની પ્રક્રિયા અટકી ગઈ છે. મેન્યુફેક્ચરિંગ એન્ડ સર્વિસિસ સેક્ટરની સ્થિતિનો અંદાજ આપતો ફ્લેશ યુરો ઝોન પીએમઆઇ (પર્ચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ) સપ્ટેમ્બરમાં 50.1ના સ્તરે રહ્યો હતો.