યુવા અભિનેત્રી ઉર્વશી રતૌલા મોટેભાગે પોતાના પોષાકના કારણે ચર્ચામાં રહેતી હોય છે. આ વખતે પણ તે આ જ કારણે ચર્ચામાં છે. ઉર્વશી તાજેતરમાં અરબ ફેશન વીકનો હિસ્સો બની હતી જેમાં તેણે હાઇ થાઇ સ્લિટ ગોલ્ડન ગાઉન પહેર્યો હતો. આ સાથે તે અરબ ફેશન વીકમાં બબ્બે વખત હિસ્સો લેનારી પ્રથમ ભારતીય બની છે. હીરા ઝવેરાતથી આ ગાઉનને તૈયાર કરવામાં આવ્યો હતો. જેની કિંમત રૂપિયા 40 કરોડ હોવાનું કહેવાય છે.
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ રહી ચુકેલી ઉર્વશી પોતાના લૂક અને પોષાકને કારણે દેશ-વિદેશમાં જાણીતી છે. અભિનેત્રીએ પોતાના ફોટોશૂટના વીડિયોઝ પણ સોશયલ મીડિયા પર શેર કર્યા હતા. જેમાં લખ્યું હતું કે, આજે મારું દિલ મારા દેશ માટે કૃતજ્ઞતા અને ભાવનાઓથી ભરાઇ ગયું છે.મને પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ ફેશન વીકમાં બે વખત શો સ્ટોપર તરીકે હિસ્સો આપવા માટે આભાર માનું છું.