(ANI Photo/Ayush Sharma)

ઉત્તરપ્રદેશમાં ભાજપ માટે સૌથી મોટા અપસેટમાંના એકમાં પાર્ટીના અગ્રણી નેતા અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીનો અમેઠી બેઠક પરથી ગાંધી પરિવારના વફાદાર ગણાતા કિશોરી લાલ શર્મા સામે 1.67 લાખ મતથી પરાજય થયો હતો. ચૂંટણી પંચના ડેટા મુજબ, સ્મૃતિ ઈરાનીના 372032ની સરખામણીમાં કિશોરી લાલને 539228 મત મળ્યા હતાં.

સ્મૃતિ ઇરાનીએ 2019ની લોકસભામાં ચૂંટણીમાં અમેઠી બેઠક પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને આશરે 55,102 વોટથી પરાજય આપીને જાયન્ટ કિલર બન્યા હતા અને આ વખતે પણ સરળતાથી જીતી જાય તેવી ધારણા હતીં.

જોકે આ આ વખતે તેમને કોંગ્રેસના ઉમેદવાર કેએલ શર્મા તરફથી સખત પડકારનો સામનો કરવો પડ્યો હતો. કિશોરી લાલ શર્મા છેલ્લા ચાર દાયકાથી રાયબરેલી અને અમેઠી બંને બેઠકો માટે ગાંધી પરિવારના મેનેજર છે. તેઓ પક્ષના કાર્યકરો અને લોકો સાથે વધુ સારું ગ્રાઉન્ડ જોડાણ પણ ધરાવે છે. રાહુલ ગાંધીએ 2004થી 2019 સુધી ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

LEAVE A REPLY