ફરુખાબાદમાં જામીન પર છૂટેલા હત્યાના આરોપીએ ગુરુવારે 23 બાળકોને 8 કલાક સુધી ઘરમાં બંધક બનાવી રાખ્યા હતા. દિવસ દરમિયાન પોલીસ અને એટીએસ બાળકોને છોડાવવામાં સફળ રહેતા મોડી રાતે NSG કમાંડોની એક ટીમ ફરુખાબાદ જવા રવાના થઈ હતી. મોડી રાતે લગભગ 1 વાગ્યે પોલીસ ગ્રામીણો સાથે મળીને ઓપરેશન ચલાવ્યું અને ઘરનો દરવાજો તોડીને બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
આ દરમિયામ અથડામણમાં આરોપી સુભાષ બાથમ ઠાર મરાયા હતો. પોલીસે ઘાયલ સ્થિતિમાં તેની પત્ની રૂબીને પણ હોસ્પિટલમાં દાખલ કરી હતી, પરંતુ સારવાર દરમિયાન જ તેનું મોત થઈ ગયું હતું. આરોપીઓએ ગામના લોકો સાથે વેર વાળવા માટે દીકરીના જન્મદિવસની પાર્ટીના બહાને બાળકોને બોલાવીને અંડરગ્રાઉન્ડ રૂમમાં બંધ કરી દીધા હતા. ડીજીપી ઓપી સિંહે મોડી રાતે 1.10 વાગ્યે જણાવ્યું કે, પોલીસે પાછલા દરવાજાથી ઘરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. તેની પર બાથમે ફાયરિંગ કર્યુ અને જવાબી કાર્યવાહીમાં ઠાર મરાયો હતો.
જિલ્લાના મોહમ્દાબાદ વિસ્તારમાં જેલમાંથી જામીન પર બહાર આવેલ બદમાશ સુભાષે પોતાની પુત્રીના જન્મદિવસની ઉજવણીના નામે ગામના બાળકોને પોતાના ઘરે બોલાવ્યા હતાં. બાળકોને મુક્ત કરાવવા માટે પહોંચેલી પોલીસ પર આરોપીએ ફાયરિંગ કરતા 2 પોલીસકર્મી ઘાયલ થયા હતા. પોલીસે આરોપીના એક મિત્રને સમજાવવા માટે અંદર મોકલ્યો હતો, તેને પણ ગોળી વાગી છે. આરોપીએ 6 વખત ગોળીબાર કર્યો હતો અને ઘરની બહાર હેન્ડગ્રેનેડ પણ ફેંક્યા હતા. આરોપીએ બાળકોને અંડરગ્રાઉન્ડ રૂમમાં બંધ કરી દીધા હતાં. આરોપીએ 35 કિલોગ્રામ દારૂગોળાથી આખા ઘરને ફૂંકી મારવાની ધમકી આપી હતી.