ઉત્તર પ્રદેશના કાનપુરમાં મધરાતે હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને પકડાવા ગયેલી પોલીસની ટીમ પર બદમાશોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું જેમાં ડીવાયએસપી દેવેન્દ્ર મિશ્રા સહિત 8 પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યાં છે તથા 6 જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશમાં કાનપુરના બિઠૂરમાં બદમાશોએ મધરાતે રેડ પાડવા ગયેલી પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું. જેમાં એક ડીએસપી, 3 પોલીસ સબ ઈન્સ્પેક્ટર, 4 કોન્સ્ટેબલ શહીદ થયા છે.
આ ફાયરિંગમાં 7 પોલીસકર્મી ઘાયલ પણ થયા છે. ઘાયલ પોલીસકર્મીની રિજેન્સી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. પોલીસ વિકાસ દુબે નામના હિસ્ટ્રી શીટરને પકડવા માટે વિકરુ ગામ ગઈ હતી. હુમલાખોરોએ ધાબા પરથી પોલીસ પર ફાયરિંગ કર્યું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શહીદ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
સીએમ યોગીએ બદમાશો પર કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. તેઓ સતત એડિશનલ ચીફ સેક્રેટરી અને ડીજીપીના સતત સંપર્કમાં છે. યુપીના ડીજીપી હિતેશચંદ્ર અવસ્થીએ કહ્યું કે પોલીસને રોકવા માટે બદમાશોએ રસ્તામાં જેસીબી મશીન મૂક્યા હતાં. યોજના બનાવીને હિસ્ટ્રી ઠીર વિકાસ દુબે અને તેના સાથીઓએ પોલીસ ટીમ પર હુમલો કર્યો. અત્રે જણાવવા4નું કે રીજેન્સી હોસ્પિટલમાં ઘાયલ પોલીસકર્મીઓમાંથી કેટલાકની હાલત ગંભીર છે.
પોલીસની ટિમ ચોબેપુર પોલીસ સ્ટેશન હદના વિકરુ ગામમાં રેડ પાડવા ગઈ હતી. જ્યાં બદમાશોએ પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું. અથડામણમાં બિઠુર થાણા પ્રભારી કૌશલેન્દ્ર પ્રતાપ સહિત અનેક પોલીસકર્મીઓને ગોળીઓ વાગી. બદમાશ વિકાસ દુબે અને તેના સાથીઓએ પોલીસના અનેક હથિયારો પણ લૂટી લીધા.