બર્મિંગહામ સ્થિત ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા . 10થી 12 ફેબ્રુઆરી 2023 સુધી યોજાનાર ‘ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2023’ માટે માહિતી આપવા બર્મિંગહામ ઈવેન્ટ્સ એન્ડ કોન્ફરન્સ સેન્ટર ખાતે એક બિઝનેસ ઈવેન્ટનું આયોજન તા. 28ના રોજ કરાયું હતું. જેમાં 60 જેટલા રોકાણકારો અને બિઝનેસીસના અગ્રણીઓએ ઉપસ્થિત રહી યુપી સરકારની ‘ફ્લેગશિપ માર્કેટ એન્ટ્રી સપોર્ટ ઇનીશીયેટીવ’ સંબંધિત માહિતી મેળવી હતી.
3-દિવસીય યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023 વૃંદાવન કોલોની, લખનૌ, ઉત્તર પ્રદેશ ખાતે યોજાશે. જેમાં સમગ્ર વિશ્વમાંથી સરકારી નેતૃત્વ, સામૂહિક રીતે બિઝનેસીસની તકો શોધવા અને ભાગીદારી કરવા પોલીસી મેકર્સ, કોર્પોરેટ લીડર્સ, બિઝનેસ ડેલિગેશન્સ, એકેડેમિયા, થિંક-ટેન્ક અને રાજકીય લોકોને એકસાથે લાવશે.
કોન્સ્યુલ જનરલ ડૉ. શશાંક વિક્રમના સ્વાગત પ્રવચન સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી જ્યાં તેમણે ભારત સરકાર દ્વારા નિયમોમાં કરાયેલા સુધારા અને વિદેશી મૂડી આકર્ષવા માટે લીધેલી પહેલો પર પ્રકાશ પાડ્યો હતો. ડૉ. શશાંકે જણાવ્યું હતું કે યુપી $1 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે અને યુપીની વૃદ્ધિ વાર્તાનો ભાગ બનવા ઇચ્છતા ઉદ્યોગપતિઓને નોંધપાત્ર સમર્થન આપવામાં આવી રહ્યું છે.
ઇવેન્ટમાં મુખ્ય પ્રધાન શ્રી યોગી આદિત્યનાથ દ્વારા વિશેષ સંબોધન કરાયું હતું જેમાં તેમણે ઉત્તર પ્રદેશની પ્રગતિ પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે યુપી ભારતનું વિકાસ એન્જિન છે, અને દેશની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ઝડપી દરે વૃદ્ધિ પામી રહી છે. તેમણે સરકારની રોકાણકાર મૈત્રીપૂર્ણ નીતિ દિશા અને ગુડ ગવર્નન્સ ઇનીશીએટીવનો ઉલ્લેખ કર્યો હતો, જે રાજ્યની આંતરિક શક્તિઓને પૂરક બનાવે છે.
યુપીના નાણામંત્રી શ્રી સુરેશ કુમાર ખન્ના, એસીએસ યુપી શ્રી અરવિંદ કુમાર દ્વારા ઉત્તર પ્રદેશમાં રોકાણના ફાયદાઓ પર એક પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. વિગતવાર પ્રેઝન્ટેશનમાં મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં યુપી કેવી રીતે પસંદગીનું રોકાણ સ્થળ બની ગયું છે તે અંગે વિગતવાર રજૂઆત કરાઇ હતી. તેમાં ડિફેન્સ અને એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ, ઈવી મેન્યુફેક્ચરિંગ, વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ, ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ, ટૂરિઝમ, ટેકસીટીમાં રોકાણ આકર્ષવા માટે 25 કરતા વધુ નીતિઓ અને સર્વગ્રાહી ઇકોસિસ્ટમ બનાવવા માટે લેવામાં આવેલા વિવિધ સુધારાત્મક પગલાંની વિગતો જણાવાઇ હતી.
આ ફ્લેગશિપ ઇન્વેસ્ટમેન્ટ સમિટ દ્વારા, રાજ્ય સરકાર રોકાણકારોના સમુદાયમાં ઉત્તર પ્રદેશના રોકાણ આકર્ષણને વધુ મજબૂત બનાવવા અને રાજ્યના સમાવેશી વિકાસ માટે તકો ઊભી કરવા ઈચ્છે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે યુપી UPમાં આશરે $350 મિલિયનના લેટર ઓફ ઇન્ટેન્ટ પર રોકાણકારોએ સમિટમાં હાજરી આપતા પહેલા હસ્તાક્ષર કર્યા છે. લગભગ બિઝનેસીસે આ ઇવેન્ટમાં હાજરી આપી બિઝનેસ કરવાની સરળતા, બહેતર કાયદો અને વ્યવસ્થા અને નીતિની પ્રશંસા કરી હતી.