Unprecedented enthusiasm among Indian diaspora for Modi in Sydney
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 23મેએ સિડનીમાં કુડોસ બેંક એરેના ખાતે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. (ANI Photo)

સિડનીમાં કુડોસ બેન્ક એરેના સ્ટેડિયમમાં મંગળવાર, 23 મેએ  વડાપ્રધાન મોદીને સંભાળવા માટે 20,000થી વધુ ભારતીય મૂળના લોકો એકઠા થયાં હતાં. સિડનીનું આ સૌથી મોટું ઇન્ડોર સ્ટેડિયમ છે. અહીં બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન અને બેકસ્ટ્રીટ બોયઝ જેવા આંતરરાષ્ટ્રીય સ્ટાર્સને હોસ્ટ કર્યા છે. ક્વાન્ટાસને ચાર્ટર્ડ ફ્લાઇટને “મોદી એરવેઝ” તરીકે રિબ્રાન્ડ કરાઈ હતી અને મેલબોર્નથી મોદીના ચાહકોને લાવવામાં આવ્યા હતા. “મોદી એક્સપ્રેસ” બસોમાં ક્વીન્સલેન્ડ લોકોને સિડની લાવવામાં આવ્યા હતાં. ઇન્ડિયન ડાયાસ્પોરાએ મોદીની પ્રશંસા કરતા નૃત્યો, ગીતો અને મંત્રોચ્ચાર સાથે ભારતનો જયજયકાર કર્યો હતો. મોદી તેમની વિદેશ યાત્રાઓ દરમિયાન મોટા શો કરવા માટે જાણીતા છે. મોદી જનસંબોધન કરવા સ્ટેડિયમમાં પહોંચે તે પહેલાં સ્ટેડિયમ સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો.

સિડનીમાં ભારતીય ડાયસ્પોરા માટે કમ્યુનિટી ઇવેન્ટમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોનો ઉલ્લેખ કર્યો હતો અને વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાની સરખામણી સુપ્રસિદ્ધ રોકસ્ટાર બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન સાથે કરી હતી, જેને ચાહકો “ધ બોસ” તરીકે પણ ઓળખે છે. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને કહ્યું, “છેલ્લી વખત મેં આ સ્ટેજ પર બ્રુસ સ્પ્રિન્ગસ્ટીનને જોયા હતા અને વડાપ્રધાન મોદીને જે આવકાર મળ્યો હતો તે તેમને મળ્યો ન હતો. વડાપ્રધાન મોદી ધ બોસ છે.”

ભારતીય સમુદાયને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનું જોડાણ ક્રિકેટ પૂરતું સીમિત રહ્યું નથી. મોદીએ કુકિંગ ટીવી શો ‘માસ્ટરશેફ’, યોગા, ટેનિસ, મૂવીઝ અને સાંસ્કૃતિક રીતે વૈવિધ્યસભર ભારતીય સમુદાયને બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોના ઉદાહરણો તરીકે ટાંક્યા હતા. તેમણે જણાવ્યું હતું કે  ભારત 25 વર્ષમાં વિકસિત રાષ્ટ્ર બનવાના માર્ગે છે. મોદીએ બ્રિસ્બેનમાં નવું કોન્સ્યુલેટ ખોલવાની પણ જાહેરાત કરી હતી. એ કહ્યું, જે દેશ 25 વર્ષના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યો છે, તે દેશ ભારત છે. આજે IMF ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થાનું બ્રાઈટ સ્પોટ માને છે. આજે વિશ્વના તમામ દેશોની બેંકિંગ સિસ્ટમ જોખમમાં છે. જ્યારે ભારતની બેંકિંગ સિસ્ટમની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે.

 

LEAVE A REPLY