વર્લ્ડ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પછી હવે યુનોએ પણ ભારતના GDP ગ્રોથ રેટના અંદાજમાં ઘટાડો કર્યો હતો.ગયા વરસે યુનોએ ભારતના GDP ગ્રોથ રેટનો અંદાજ 7.6 ટકાનો જાહેર કર્યો હતો. આ વર્ષે યુનોએ ભારતના GDP ગ્રોથ રેટનો અંદાજ 5.7 મૂક્યો હતો. અત્યાર અગાઉ ટોચના અર્થશાસ્ત્રીઓએ પણ ભારતના GDP ગ્રોથ રેટ અંગે પોતપોતાના મૂલ્યવાન અભિપ્રાયો જાહેર કર્યા હતા.
જો કે વર્લ્ર્ડ બેંકે તો ફક્ત પાંચ ટકા GDP ગ્રોથ રેટ જાહેર કર્યો હતો. ખુદ ભારત સરકારના સેન્ટ્રલ સ્ટેટિસ્ટીક્સ ઓર્ગેનાઇઝેશને પણ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે આ વરસે GDP ગ્રોથ રેટ ઓછો હશે.20180-19ના નાણાંકીય વર્ષમાં ભારતનો GDP ગ્રોથ રેટ 6.8 ટકાનો હતો. આ વરસે એ ઘટી રહ્યો હોવાનું નિષ્ણાતો કહે છે.
આ વર્ષના આરંભે જ વર્લ્ડ બેંકે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરી દીધો હતો કે આ વરસે ભારતનો GDP ગ્રોથ રેટ ઘટીને પાંચ ટકા થવાનો અંદાજ છે. અત્યાર પહેલાં 2019ના ઓક્ટોબરમાં વર્લ્ડ બેંકેજ કહ્યું હતું કે ભારતનો GDP ગ્રોથ રેટ છ ટકા થશે. પરંતુ આ વર્ષના આરંભે વર્લ્ડ બેંકે પોતાનો અભિપ્રાય બદલ્યો હતો. લગભગ આવોજ અભિપ્રાય સેન્ટ્રલ સ્ટેટિસ્ટીક્સ ઓર્ગેનાઇઝેશને પણ વ્યક્ત કર્યો હતો.