યુકાસના જણાવ્યા અનુસાર યુનિવર્સિટીઓમાં ભણતા શ્વેત વિદ્યાર્થીઓમાં એક દાયકામાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ અશ્વેત અને એશિયન વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે.
આ વર્ષે ડિગ્રી અભ્યાસક્રમો પહેલા શાળા છોડનારા શ્વેત બ્રિટિશ વિદ્યાર્થીઓની સંખ્યા હજુ પણ અન્ય વંશીય લોકો કરતાં ઘણી વધારે છે. તેઓ એકમાત્ર જૂથ છે જેમણે ગયા વર્ષની સરખામણીમાં ઓછી અરજીઓ કરી હતી અને 5 ટકાના ઘટાડા સાથે તેમની સંખ્યા 213,220 છે. શાળા (શિક્ષણ) છોડી દેનારા બ્રિટિશ એશિયન બેકગ્રાઉન્ડના લોકોની સંખ્યા 4 ટકા વધીને 52,460 થઈ છે જ્યારે અશ્વેત બ્રિટિશ વિદ્યાર્થીની સંખ્યા 6 ટકા વધીને 24,370 થઈ છે. શાળા છોડનારા પુરૂષોની સંખ્યામાં 2 ટકાનો અને મહિલાઓની સંખ્યામાં 4 ટકાનો ઘટાડો થયો છે.
યુકેમાં અંડરગ્રેજ્યુએટ ડિગ્રી માટે અરજી કરનારા 18-વર્ષના લોકોની સંખ્યા આ વર્ષે ઘટી છે. સમગ્ર યુકેમાંથી કુલ 319,570 જેટલા 18-વર્ષના લોકોએ આ વર્ષે અભ્યાસક્રમો માટે અરજી કરી છે, જે ગયા વર્ષે 326,190 ની હતી. જ્યારે તમામ વયના આંતરરાષ્ટ્રીય અરજદારોની સંખ્યામાં ગયા વર્ષ કરતા 2.4 ટકાનો વધારો થયો છે. જેમાં ભારત, મીડલ ઇસ્ટ અને આફ્રિકા વધારે છે.
આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્ટ અને ગેમિંગમાં રસને કારણે કોમ્પ્યુટર અભ્યાસની ડિગ્રી માટેની અરજીઓ વધી રહી છે. જો કે, વધુ મહિલા ઉમેદવારો હોવા છતાં આ વિષયમાં સૌથી વધુ પુરૂષો પ્રભુત્વ ધરાવે છે.
યુકાસે જણાવ્યું હતું કે ભૌગોલિક રાજનીતિ, અર્થતંત્ર, જોબ માર્કેટ અને જીવનનિર્વાહની વધતી કિંમત સહિત ઘણા પરિબળો તેને પ્રભાવિત કરી રહ્યાં છે.