સૈફ અલી ખાન અને અમૃતા સિંઘની પુત્રી સારા અલી ખાન અને જાન્હવી કપૂરનો વર્કઆઉટનો વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. જેમાં તેઓ સાથે એક જીમમાં જોવા મળે છે. બે સુંદર યુવા અભિનેત્રીઓ સાથે વર્કઆઉટ કરતી હોય, તેવું દૃશ્ય ભાગ્યે જ જોવા મળે છે. સારા-જાન્હવીનો આ વીડિયો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. બોલીવૂડમાં બેસ્ટ ફ્રેન્ડ્સની યાદીમાં સારા-જાન્હવીનું નામ આવે છે. તેઓ પાર્ટીમાં અને ટીવી શોમાં સાથે જોવા મળે છે. વર્કઆઉટ કરતી વખતે પણ તેઓ ઘણીવાર સાથે જોવા મળ્યા છે.
હવે ફરી એક વાર સારા-જાન્હવીનો વર્કઆઉટ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ સાથે મળીને એક્સરસાઈઝ કરત જોવા મળે છે. સારાએ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે. ટ્રેનર નમ્રતા પુરોહિત પણ તેમની સાથે જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે સારા અને જાન્હવીની મિત્રતા બાળપણથી છે. તેઓ એકબીજાના ઘણાં સીક્રેટ્સ જાણે છે.
કરણ જોહરના કોફી શોમાં તેમણે એકબીજાના અંગત જીવન અંગે ઘણી ગોસિપ કરી હતી. ફિલ્મો, પ્રમોશન અને મોડેલિંગ એસાઈનમેન્ટથી લઇને અંગત જીવનમાં ડેટિંગ સુધીની દરેક માહિતી તેમની પાસે હોય છે. એકબીજાની ખૂબ નિકટ હોવાની સાથે તેઓ આજના સમયની સફળ અભિનેત્રી પણ છે. ઘણીવાર દર્શકો અને ફિલ્મ મેકર્સ દ્વારા પણ તેમની સરખામણી થતી હોય છે. એક જ ઈન્ડસ્ટ્રી અને સરખી ઉંમરના કારણે તેઓ એકબીજાની સ્પર્ધક છે. આમ છતાં તેમની મિત્રતા અકબંધ રહી છે અને એકબીજાના સીક્રેટ્સ જાણતા હોવાનો દાવો પણ તેઓ કરે છે. ફિલ્મી જગતમાં મોટાભાગના સંબંધો સ્વાર્થના હોય છે ત્યારે સારા-જાન્હવીની દોસ્તી અલગ છે, જોકે, બોલીવૂડમાં આવી મિત્રતા અનેક ફિલ્મકારો વચ્ચે છે.
સારા અને જાન્હવી પાસે સંખ્યાબંધ ફિલ્મો છે. આદિત્ય રોય કપૂર સાથે ‘મેટ્રો ઈન દિનોં’માં સારાનો મહત્ત્વનો રોલ છે. આ ફિલ્મ અનુરાગ બાસુએ ડાયરેક્ટ કરેલી છે. આ ઉપરાંત ‘એ મેરે વતન’ પણ ટૂંક સમયમાં આવી રહી છે. જાન્હવી કપૂર જુનિયર એનટીઆર સાથે દેવરા પાર્ટ 1માં કામ કરી રહી છે. આ ઉપરાંત અક્ષયકુમાર અને ટાઈગર શ્રોફની બડે મિયાં છોટે મિયાંમાં પણ જાન્હવી છે. ઉલઝ તથા મિસ્ટર એન્ડ મિસીસ માહીમાં પણ જાન્હવી જોવા મળશે.