કોરોના વાઇરસની મહામારીને કારણે આ વર્ષના એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે આશરે 21 મિલિયન લોકો બેકાર થઇ ગયા હતા. જુલાઈમાં આશરે 4.8 મિલિયન પગારદાર લોકોએ નોકરી ગુમાવી હતી. ઓગસ્ટમાં બીજા 3.3 મિલિયને નોકરી ગુમાવી હતી, એમ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)ના અહેવાલમાં જણાવ્યું હતું.
એપ્રિલ પછીથી નોકરી ગુમાવનારોનો આંકડો 18.9 મિલિયન રહ્યો હતો, જે ઓગસ્ટ મહિનાથી ઊંચા દરે વધ્યો હતો. અગાઉના અહેવાલમાં આઇસીએમઆરએ જણાવ્યું હતું કે જૂનમાં 3.9 મિલિયન જોબનો ઉમેરો થયો હતો, પરંતુ જુલાઈમાં પાંચ મિલિયન લોકોએ રોજગારી ગુમાવી હતી. તાજેતરના ડેટા અનુસાર 2019-20ના વર્ષમાં પગારદાર નોકરીની તકો 86 મિલિયનથી ઘટીને 65 મિલિયન થઈ હતી. સેન્ટરે પોતાના અહેવાલમાં કહ્યું હતું કે આ સંજોગો વેતન મેળવતા કર્મચારીઓ અને તેમના સહાયકો પૂરતા મર્યાદિત રહ્યા નહોતા, ઔદ્યોગિક કર્મચારીઓ અને મોટા પગારદાર લોકોનેા પણ એમાં સમાવેશ થયો હતો