અમેરિકામાં અનડોક્યુમેન્ટેડ ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સની કુલ ખરીદશક્તિ 15.5 બિલિયનન ડોલર છે અને તેઓ અમેરિકામાં કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક ટેક્સ પેટે આશરે 2.8 બિલિયન ડોલરનું યોગદાન આપે છે, એમ એક અહેવાલમાં જણાવાયું છે.
2019ના અમેરિકન કમ્યુનિટી સરવેના ડેટાનો ઉપયોગ કરીને ન્યૂ અમેરિકન ઇકોનોમિ થીન્ક ટેન્કે તેના અહેવાલમા જણાવ્યું હતું કે ડોક્યુમેન્ટ વગરના ભારતીય ઇમિગ્રન્ટ્સ આવા બીજા ઇમિગ્રન્ટ ગ્રૂપમાં અમેરિકામાં ટોચના ત્રણ યોગદાન કરતાં ગ્રૂપમાં ધરાવે છે. અમેરિકામાં આશરે અડધો મિલિયન અનડોક્યુમેન્ટેડ ઇન્ડિયન અમેરિકન છે. ડોક્યુમેન્ટ ન ધરાવતા મેક્સિકન ઇમિગ્રન્ટ્રની સંખ્યા આશરે 4.2 મિલિયન છે.
અહેવાલમાં જણાવ્યું હતું કે અમેરિકામાં કુલ 10.3 મિલિયન અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ છે. 2019માં આ લોકોએ 92 બિલિયન ડોલરની કમાણી કરી હતી અને ટેક્સ પેટે 9.8 બિલિયન ડોલર ચુકવ્યા હતા. મેક્સિકન અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટની ખરીદશક્તિ 82.2 બિલિયન ડોલર છે. અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સની સંખ્યાના સંદર્ભમાં મેક્સિકો પછી અલ-સાર્વાડોર (621,000, અથવા કુલના 6.0 ટકા), ભારત (587,000, or 5.7 ટકા), ગૌટેમાલા અને હોન્ડુરાસનો સમાવેશ થાય છે.
15.5 બિલિયન ડોલરની ખરીદશક્તિ સાથે ઇન્ડિયન ઇમિગ્રેન્ટ બીજા સ્થાને છે. આ પછી અલ સાલ્વાડોર (11.5 બિલિયન ડોલર), ગૌટેમાલા (9.1 બિલિયન ડોલર) અને હોન્ડુરાસ (6.4 બિલિયન ડોલર)નો સમાવેશ થાય છે.