સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ એન્ટોનિયો ગુટરેસે જમ્મુ-કાશ્મીર બાદ હવે નાગરિકતા સુધારણા કાયદાને લઈને નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, ભારતીય સંસદમાં પાસ કરવામાં આવેલા નાગરિકતા સુધારણા કાયદાને કારણે 20 લાખ લોકોને દેશ વિહીન થઈ જવાVનું જોખમ છે, તેમાં મોટા ભાગના લોકો મુસ્લિમ છે. મને આ મુદ્દે ચિંતા છે.
પાકિસ્તાનમાં એક ઈન્ટરવ્યુમાં તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે શું ભારતમાં લઘુમતિઓની વિરુદ્ધ વધી રહેલા ભેદભાવને કારણે તેઓ ચિંતિત છે? જેના જવાબમાં એન્ટોનિયો ગુટરેસે જણાવ્યું હતું કે, જ્યારે નાગરિકતા સંબંધી કાયદામાં ફેરફાર કરવામાં આવે છે ત્યારે આવા પ્રકારના પ્રયાસ કરવામાં આવે છે કે દેશવિહીનતાની સ્થિતિ પેદા ના થાય અને સુનિશ્ચિત કરવામાં આવી શકે કે દુનિયાનો પ્રત્યેક નાગરિક કોઈપણ દેશનો નાગરિક પણ હોય.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ ગુટરેસે અગાઉ જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. પાકિસ્તાન પ્રવાસ પર આવેલા ગુટરેસે જણાવ્યું હતું કે, જો બંને દેશો સહમત હોય તો તેઓ મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે.