કોરોના વાયરસના કારણે દુનિયાભરની ઈકોનોમીને લાગી રહેલા ગ્રહણ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રે ડર વ્યક્ત કર્યો છે કે, આગામી દિવસોમાં દુનિયામાં 2.5 કરોડ લોકો પોતાની નોકરીઓ ગુમાવશે.યુએનની સંસ્થા ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશને પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે, સૌથી વધઆરે અસર રિટેલ સેકટર પર જ પડવાની આશંકા છે.
આ સેક્ટરમાં 1.1 કરોડ લોકો, ટુરિઝમ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં 12 લાખ લોકો અને ઈકોમર્સ સેક્ટરમાં 20 લાખ લોકો બેકાર થઈ શકે છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં 35 ટકા નોકરીઓ જવાની આશંકા છે.રિપોર્ટમાં કહેવાયુ છે કે, બેરોજગારી ઓછી કરવા માટે ઝડપથી પ્રયાસો કરવાની જરૂર છે.
આ માટે દુનિયાભરના દેશોએ શોર્ટ ટાઈમ વર્ક, પેઈડ લીવ અને બીજી સબસિડી આપીને નોકરીઓ બચાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે કોરોનાના કારણે સર્જાનારી આર્થિક સમસ્યા 2008માં આવેલી આર્થિક મંદી કરતા પણ ખરાબ હશે. તે વખતે 2.2 કરોડ લોકોએ નોકરી ગુમાવી હતી. આ વખતે આંકડો વધીને 2.5 કરોડ સુધી પહોંચી શકે છે.