The UN declared Abdul Rehman Makki a global terrorist
યુનાઇટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલે સોમવારે પાકિસ્તાન સ્થિત આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદીની યાદીમાં સામેલ કર્યો હતો. . (ANI Photo)

યુનાઇટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલે સોમવારે પાકિસ્તાન સ્થિત આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદીની યાદી સામેલ કર્યો હતો. અબ્દુલ રહેમાન મક્કી લશ્કર-એ-તૈયબા ના વડા અને 26/11ના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનો સાળો છે. ભારતે લશ્કર-એ-તૈયબાના આ નેતાને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની માંગ કરી હતી, પરંતુ ચીને તેનો વિરોધ કરતુ હતી.

ભારત અને અમેરિકા અગાઉથી પોતાના દેશના કાયદા હેઠળ અબ્દુલ રહેમાન મક્કીને આતંકવાદી જાહેર કરેલો છે. મક્કી ભારતમાં ઘણી આતંકવાદી પ્રવૃતિઓમાં સંકળાયેલ છે, જેમાં આતંકવાદી હુમલાઓ માટે ભંડોળ ઊભું કરવું, યુવાનોની ભરતી કરવી અને હિંસા માટે કટ્ટરપંથી વિચારધારા ફેલાવી અને ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં હુમલાનું આયોજન કરવું વગેરનો સમાવેશ થાય છે. 16 જૂન 2022એ ચીને પાકિસ્તાની આતંકવાદી મક્કીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધિત યાદીમાં સામેલ કરવાના યુએસ અને ભારતની સંયુક્ત દરખાસ્તને અટકાવી દીધી હતી.

આ સમાચાર પર પ્રતિક્રિયા આપતા ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા, અરિંદમ બાગચીએ કહ્યું, “ભારત આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલેરન્સ અભિગમને અનુસરવા માટે પ્રતિબદ્ધ છે અને આતંકવાદ સામે કાર્યવાહી કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય પર દબાણ કરવાનું ચાલુ રાખશે.

LEAVE A REPLY