યુક્રેનમાં રશિયાના આક્રમણને પગલે નાગરિકો પેટ્રોલ બોંબ ફેંકીને રશિયાના સૈનિકોને જોરદાર લડત આપી રહ્યાં છે. March 1, 2022. REUTERS/Viacheslav Ratynskyi

રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિને શનિવારે ચેતવણી આપી હતી કે યુક્રેનના આકાશમાં જો કોઇ ત્રીજો પક્ષ નો-ફ્લાય ઝોનની જાહેરાત કરશે તો રશિયા તેને યુદ્ધમાં સામેલગીરી ગણશે. અગાઉ યુક્રેનના પ્રેસિડન્ટે તેમના દેશમા નો-ફ્લાય ઝોન જાહેર કરવાની માગણી કરી હતી, જેને નાટોએ નકારી કાઢી હતી. નાટોએ જણાવ્યું હતું કે યુક્રેનના આકાશમાં તમામ બિનસત્તાવાર વિમાનો પર પ્રતિબંધ મૂકતા નો-ફ્લાય ઝોન યુરોપમાં વ્યાપક યુદ્ધની ઉશ્કેરણીનું કારણ બનશે. જોકે અમેરિકા અને નાટોના બીજા સભ્યો યુક્રેનને શસ્ત્રો મોકલી રહ્યાં હોવાથી યુક્રેન સિવાય બીજા દેશોમાં ફેલાઈ રહ્યું છે.

રશિયાએ અગાઉ નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુક્રેનના વ્યૂહાત્મક પોર્ટ સિટી મારિયાપોલ અને પૂર્વીય શહેર વોલ્નોવાખામાં યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. આ જાહેરાત દર્શાવે છે કે યુદ્ધને અટકાવવાના પ્રયાસો નિષ્ફળ બની રહ્યાં છે અને યુદ્ધ વધુ ખુંખાર બની શકે છે. યુક્રેન પર રશિયાના આક્રમણના 10માં દિવસે યુક્રેન છોડીને ગયેલા લોકોની સંખ્યા વધીને આશરે 14 લાખ થઈ હતી.
Volnovakha

પુતિને આક્ષેપ કર્યો હતો કે ઇવેક્યુએશનના પ્રયાસોમાં યુક્રેન અવરોધ ઊભું કરી રહ્યું છે. મારિયાપોલાના મેયરે દાવો કર્યો હતો કે શહેરમાં લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે બસો જઈ રહી હતી ત્યારે તોપમારો ચાલુ થયો હતો, તેથી અમે સુરક્ષાને ધ્યાનમાં ઇવેક્યુશન બંધ કર્યું હતું.

રશિયાના વિદેશ પ્રધાન સર્ગી લાવરોવે જણાવ્યું હતું કે રશિયા ત્રીજા રાઉન્ડની મંત્રણા માટે તૈયાર છે, પરંતુ યુક્રેન મંત્રણમાં વિલંબ માટે જુદા જુદા બાના કાઢી રહ્યું છે. જોકે મંત્રણાના પ્રયાસો ચાલુ રહ્યું છે. અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિકન પોલેન્ડ આવ્યા છે.
રશિયાના લશ્કરી દળોએ યુક્રેનની રાજધાની કીવની ઘેરાબંધી ચાલુ રાખી હતી. રશિયાએ કબજે કરી લીધા છે તેવા શહેરોમાં પણ પ્રતિરોધ ચાલુ રહ્યો હતો. રશિયાના કથિત તોપમારાને પગલે ચર્નિહીવના કેટલાંક મકાનોમાં આગ લાગી હતી. અહીં રશિયાના વિમાનને તોડી પાડવામાં આવ્યું હોવાના ફોટા ફરતા થયા હતા.