REUTERS/Valentyn Ogirenko

યુક્રેને તેની આઝાદી પછી પ્રથમ વખત 25 ડિસેમ્બરે નાતાલની ઉજવણી કરી હતી. રશિયામાં ઓર્થોડોક્સ ખ્રિસ્તીઓ સાત જાન્યુઆરીએ નાતાલની ઉજવણી કરતા હોય છે અને અત્યાર સુધી યુક્રેન પણ સાત જાન્યુઆરી નાતાલની ઉજવણી કરતું હતું.

જોકે રશિયાના વિરોધમાં યુક્રેન સરકારે નાતાલની ઉજવણીની તારીખ બદલવા માટે કાયદો પસાર કર્યો હતો. યુક્રેનના પ્રેસિન્ડ વોલોડીમિર ઝેલેન્સકીએ નાતાલનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે યુક્રેન એક સંયુક્ત દેશ તરીકે સમાન તારીખે તહેવારની ઉજવણી કરશે.

યુક્રેનમાં મુખ્યત્વે ઓર્થોડોક્સ ખ્રિસ્તી છે, પરંતુ બે ચર્ચ વચ્ચે ફાંટા છે. એક ચર્ચ રશિયાના ઓર્થોડોક્સ ચર્ચ સાથે જોડાયું છે. યુક્રેનના ઓર્થોડોક્સ ચર્ચને 2018માં કોન્સ્ટેન્ટિનોપલના એક્યુમેનિકલ પેટ્રિઆર્ક, (ઓર્થોડોક્સ ચર્ચની ટોચની ઓથોરિટી)એ સંપૂર્ણ માન્યતા આપી હતી. આ ચર્ચ રશિયાના ચર્ચની ઓથોરિટી સ્વીકારતું નથી.

રશિયાની ચર્ચની બ્રાન્ચ હોવા છતાં યુક્રેનના ઓર્થોડોક્સ ચર્ચે 2022માં જાહેરાત કરી હતી કે તે મોસ્કો સાથેના જોડાણને રદ કરે છે અને તેને સ્વતંત્ર માને છે. જોકે તે રશિયન ચર્ચની જેમ જ ધાર્મિક કેલેન્ડરનું પાલન કરે છે અને સાત જાન્યુઆરીએ નાતાલની ઉજવણી કરે છે.

LEAVE A REPLY