(istockphoto.com)

શિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ભણાકારાં વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયો પૈકી 242 નાગરિકોને લઇને એર ઈન્ડિયાનું બોઈંગ 787 રાજધાની દિલ્હીના આંતરરાષ્ટ્રી એરપોર્ટ પર મંગળવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ લેન્ડ થયુ હતું યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની આશંકા વચ્ચે ભારતીય નાગરિકોને પરત લાવવા માટે એરલાઇન બોઇંગ 787 વિમાનનો ઉપયોગ કરી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે એઆઇ 1946 નામની ફ્લાઇટ દિલ્હી તરફ આવી રહી છે અને તેમાં આશરે 240 મુસાફરો છે. ફ્લાઇટે સાંજે 6 વાગ્યે યુક્રેનની રાજધાની કીવના બોરીસ્પિલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇના જણાવ્યું હતું કે આ ફ્લાઇટસ રાત્રે 10 વાગ્યા પછી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ કરે તેવી શક્યતા છે.

અગાઉ એર ઇન્ડિયાની ફ્લાઇટ- એઆઇ 1947એ સવારે 7.30 વાગ્યે દિલ્હીમાંથી ઉડાન ભરી હતી અને બોરિસ્પિલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બપોરે 3 વાગ્યે ઉતરાણ કર્યું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતની કેટલીક એરલાઇન્સ માગને આધારે યુક્રેનની ફ્લાઇટ ઓપરેટ કરે તેવી શક્યતા છે.

તાજેતરના સપ્તાહોમાં યુક્રેન અને રશિયા વચ્ચે તંગદિલીમાં વધારો થયો છે. રશિયાએ સોમવારે પૂર્વ યુક્રેનના બે અલગતવાદી પ્રાંતને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી હતી. મંગળવારે કીવ ખાતેના ભારતના દૂતાવાસે યુક્રેન છોડી દેવા ભારતના વિદ્યાર્થીઓને સૂચના આપી હતી. એર ઇન્ડિયાએ 19 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે તે ભારત અને યુક્રેન વચ્ચે 22, 24 અને 26 ફેબ્રુઆરીએ ત્રણ ફ્લાઇટનું ઉડ્ડયન કરશે.