યુકે હેલ્થ એન્ડ સિક્યુરિટી એજન્સી (UKHSA)ના એક્સ્ટ્રીમ ઇવેન્ટ્સ એન્ડ હેલ્થ પ્રોટેક્શનના વડા ડૉ. એગોસ્ટિન્હો સૌસાએ જણાવ્યું હતું કે ‘ઠંડા હવામાનની સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે, ખાસ કરીને વૃદ્ધ લોકો અને પહેલાથી બીમારી ધરાવતા લોકોને હૃદયરોગના હુમલા, છાતીમાં ચેપ, સ્ટ્રોક અને સ્ટ્રોકનું જોખમને વધે તેવી શક્યતાઓ છે. જો તમે પહેલાથી બીમાર હો અથવા તમારી ઉંમર 65 વર્ષથી વધુ હોય તો તમારા ઘરને ઓછામાં ઓછું 18C સુધી ગરમ કરવાનો પ્રયાસ કરવો મહત્વપૂર્ણ છે.’