બ્લુમ્બર્ગ બિલિયોનર ઇન્ડેક્સ મુજબ વિશ્વના સૌથી વધારે 500 ધનિકમાં સ્થાન પામેલી યુકેની 16 બિલિયોનર ધનાઢ્ય મહિલાઓમાંથી સૌથી ધનિક 52 વર્ષની ડેનિસ કોટ્સને વધુ એક જેકપોટ લાગ્યો છે. બેટ 365 ગ્રુપ લિમિટેડની સ્થાપક અને સીઇઓ ડેનિસને વેતન અને ડિવિડન્ડ પેટે 323 મિલિયન પાઉન્ડનું (422 મિલિયન ડોલર) પેકેજ મળ્યું છે. ડેનિસ હાલમાં 276.6 મિલિયન પાઉન્ડના વેતન સાથે વિશ્વની બેસ્ટપેઇડ બોસ પૈકીની એક છે.
બે દાયકા અગાઉ સ્થપાયેલી બેટ 365 ઓન લાઇન બેટિંગ ફર્મ છે. કંપનીએ 3 બિલિયન પાઉન્ડથી વધારે વિક્રમી કમાણી કરીને 31 માર્ચે પૂરા થતાં વર્ષમાં તેનો ઓપરેટિંગ પ્રોફીટમાં 15 ટકા વધારા સાથે 657.3 મિલિયન પાઉન્ડ મેળવ્યાનું જણાવ્યું હતું. યુકેના 11 થી 16 વર્ષના ત્રીજા ભાગના જેટલા બાળકોએ તેમનાં નાણા ગેમ્બલિંગ પાછળ ખર્ચ્યા હોવાનું ગેમ્બલિંગ રેગ્યુલેટરે ઓક્ટોબરમાં જણાવ્યું હતું.
બેટ 365ના બહુમતિ હિસ્સાથી ડેનિસની નેટવર્થ 5 બિલિયન ડોલરથી પણ વધારે થઇ હતી. બેટ 365 ઉપરાંત કેટ્સ અને તેનો પરિવાર સ્ટોકસીટી ફૂટબોલ ક્લબની માલિકી ધરાવે છે. યુકેની સૌથી વધુ ધનાઢ્ય મહિલાની 422 મિલિયન ડોલરની વેતન આવક સટ્ટાના સામ્રાજ્યમાંથી!
બ્લુમ્બર્ગ બિલિયોનર ઇન્ડેક્સ મુજબ વિશ્વના સૌથી વધારે 500 ધનિકમાં સ્થાન પામેલી યુકેની 16 બિલિયોનર ધનાઢ્ય મહિલાઓમાંથી સૌથી ધનિક 52 વર્ષની ડેનિસ કોટ્સને વધુ એક જેકપોટ લાગ્યો છે. બેટ 365 ગ્રુપ લિમિટેડની સ્થાપક અને સીઇઓ ડેનિસને વેતન અને ડિવિડન્ડ પેટે 323 મિલિયન પાઉન્ડનું (422 મિલિયન ડોલર) પેકેજ મળ્યું છે. ડેનિસ હાલમાં 276.6 મિલિયન પાઉન્ડના વેતન સાથે વિશ્વની બેસ્ટપેઇડ બોસ પૈકીની એક છે.
બે દાયકા અગાઉ સ્થપાયેલી બેટ 365 ઓન લાઇન બેટિંગ ફર્મ છે. કંપનીએ 3 બિલિયન પાઉન્ડથી વધારે વિક્રમી કમાણી કરીને 31 માર્ચે પૂરા થતાં વર્ષમાં તેનો ઓપરેટિંગ પ્રોફીટમાં 15 ટકા વધારા સાથે 657.3 મિલિયન પાઉન્ડ મેળવ્યાનું જણાવ્યું હતું. યુકેના 11 થી 16 વર્ષના ત્રીજા ભાગના જેટલા બાળકોએ તેમનાં નાણા ગેમ્બલિંગ પાછળ ખર્ચ્યા હોવાનું ગેમ્બલિંગ રેગ્યુલેટરે ઓક્ટોબરમાં જણાવ્યું હતું.
બેટ 365ના બહુમતિ હિસ્સાથી ડેનિસની નેટવર્થ 5 બિલિયન ડોલરથી પણ વધારે થઇ હતી. બેટ 365 ઉપરાંત કેટ્સ અને તેનો પરિવાર સ્ટોકસીટી ફૂટબોલ ક્લબની માલિકી ધરાવે છે.