નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) 5 સપ્ટેમ્બરથી કોવિડ-19 સામે રક્ષણ આપવા માટે બૂસ્ટર રસીઓ આપવાનું શરૂ કરનાર છે. આ નવી બાયવેલેન્ટ મોડર્ના રસી ઓરિજીનલ અને ઓમિક્રોન સ્ટ્રેનને લક્ષ્ય બનાવશે.
NHS ચીફ એક્ઝિક્યુટિવ અમાન્ડા પ્રિચાર્ડે કહ્યું હતું કે “અમે ઑટમ બૂસ્ટર અને ફ્લૂ જૅબ લેવા માટે આમંત્રિત કરીએ છીએ. જે તેમને આ શિયાળામાં મહત્તમ સુરક્ષા આપશે. સમગ્ર ઇંગ્લેન્ડમાં આશરે 26 મિલિયન લોકો JCVI દ્વારા નિર્ધારિત આ બૂસ્ટર માટે પાત્ર બનશે. GP સર્જરીઓ અને કોમ્યુનિટી ફાર્મસીઓ સહિત 3,000 જેટલી સાઇટ્સ પર રસી અપાશે. આપણે સામાન્ય જીવન જીવતા હોવાથી આ શિયાળામાં પ્રથમ વખત આપણે કોવિડ અને ફ્લૂ બંનેની વાસ્તવિક અસરોને જોઇશું.”
રસીકરણ અને સ્ક્રીનીંગ માટેના NHS નિયામક સ્ટીવ રસેલે જણાવ્યું હતું કે ‘’NHS ફ્લૂની રસી સમાંતર રીતે બહાર પાડશે અને શક્ય હોય ત્યાં સુધી આવતા મહિનાની પહેલી તારીખથી લાયક લોકોને તે લેવા માટે પ્રોત્સાહિત કરાશે.