યુકે સરકારની નવી સ્કેલ-અપ વિઝા સ્કીમને પગલે દેશની હાઇ ગ્રોથ કંપનીઓને વિશ્વનું ટોપ ટેલેન્ટ આકર્ષવામાં વધુ સરળતા રહેશે, એમ નવી દિલ્હીમાં બ્રિટિશ હાઇ કમિશનરે એક પ્રેસ રિલિઝમાં જણાવ્યું હતું.
સ્કેલ-અપ વિઝા સ્કીમથી પાત્રતા ધરાવતા બિઝનેસને વિજ્ઞાનીઓ, એન્જિનિયર્સ, પ્રોગ્રામર્સ, સોફ્ટવેર ડેવલપર્સ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રોફેશન, ઇકોનોમિસ્ટ, આર્કિટેક્ટ, ટેકનિશિયન તથા ફાઇનાન્શિયલ એન્ડ ઇન્વેસ્ટર્સ એડવાઇઝર્સ સહિતના હાઇલી સ્કીલ્ડ ટેલેન્ટ્સને સ્પોન્સર કરવાની છૂટ મળે છે. તેનાથી યુકેના અર્થતંત્રને પણ વેગ મળશે.
બીજા સ્પોન્સર વિઝાથી વિરુદ્ધ સ્કેલ-અપ વિઝાથી બિઝનેસિસને હાઇ સ્કીલ્ડ વ્યક્તિઓને નોકરી પર રાખવાની છૂટ આપે છે. આવા કર્મચારીને પ્રથમ છ મહિના બાદ વધુ સ્પોન્સરશીપ કે પરમિશન વગર યુકેમાં બે વર્ષ રહેવાની છૂટ મળે છે.
ઓછામાં ત્રણ વર્ષ માટે રોજગારી કે ટર્નઓવરના સંદર્ભમાં વાર્ષિક ધોરણે 20 ટકા અથવા વધુ વૃદ્ધિ હાંસલ કરનારી અને ત્રણ વર્ષના પ્રારંભે લઘુતમ 10 કર્મચારીઓ ધરાવતા સ્મોલ બિઝનેસ સહિતની ટેકનોલોજી અને ફાઇનાન્શિયલ કંપનીઓ સ્કેલ-અપ વિઝા મારફત પ્રતિભાશાળી વ્યક્તિઓને સ્પોન્સર કરી શકશે.
સેફ અને લિગલ ઇમિગ્રેશન માટેના યુકેના પ્રધાન કેવિન ફોસ્ટરે જણાવ્યું હતું કે સ્મોલ એન્ટરપ્રાઇઝ, ટેકનોલોજી અને ફાઇનાન્શિયલ સર્વિસ જેવા ઝડપથી વૃદ્ધિ પામતા બિઝનેસને આગામી લેવલ સુધી પહોંચવા માટે ઉચ્ચ સ્તરના સપોર્ટની જરૂર પડે છે. સ્કેલ-અપ વિઝા મારફત અમે વિવિધ્યપૂર્ણ પ્રતિભા અને અનુભવ ધરાવતા લોકો લાવવાની વધુ સ્વતંત્રતા આપીને આવા બિઝનેસને તેમના ગ્રોથ અને ઇનોવેશન પર ફોકસ કરવા માટે સમક્ષ બનાવીએ છીએ. તેનાથી આવા બિઝનેસ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ આકર્ષક બને છે. તેમણે જણાવ્યું હતું કે ઊંચી વૃદ્ધિ ધરાવતી ટેકનોલોજી, ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપનીઓ અને સ્મોલ બિઝનેસને સપોર્ટ કરીને અમે એ સુનિશ્ચિત કરીએ છીએ કે યુકે ઇમર્જિંગ ટેકનોલોજી અને ઇવોનેશન માટે ગ્લોબલ હબ બની રહે. આની સાથે ઇકોનોમીના તમામ ક્ષેત્રોમાં ઉત્પાદકતામાં વધારો થાય છે.
AY&J સોલિસિયર્સના ડાયરેક્ટર યસ દુબાલે જણાવ્યું હતું કે સ્કેલ-અપ વિઝા ખાસ પ્રકારના બિઝનેસ માટે છે. તે સ્કીલ્ડ વર્કર વિઝા કરતાં વધુ સ્પેસિફિક છે, પરંતુ તે વિઝા હોલ્ડર્સને વધુ સ્વતંત્રતા આપી છે. તેમાં જોબ બદલવાની છૂટ મળે છે. તે વસવાટનો પણ એક રૂટ છે, જે વિદેશમાં નોકરી કરવાનો નિર્ણય કરતી વખતે હાઇલી સ્કીલ્ડ માઇગ્રન્ટ્સ માટે મહત્ત્વનું પ્રેરકબળ બને છે. તેનાથી ઝડપી ગ્રોથ ધરાવતી યુકેની ટેક કંપનીઓને ભરતીના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સાથે તાલ મિલાવવાનો વધુ એક વિકલ્પ મળે છે. આ સ્કીમ વસવાટ માટે પાંચ વર્ષનો રૂટ, નોકરી બદલવાની સરળતા ઓફર કરે છે. આ ઉપરાંત વિઝા હોલ્ડર્સને આશ્રિત જીવનસાથી અને બાળકોને લાવવાનો પણ વિકલ્પ મળે છે.