(istockphoto)

બ્રિટનની આર્થિક સુખાકારીમાં કોવિડ-19 દરમિયાન મોટા પાયે અંતર આવ્યું છે. એક સર્વેક્ષણ મુજબ, લગભગ પાંચ પુખ્ત વયના વ્યક્તિઓમાંથી એકની બચત £100 કરતા ઓછી હોય છે. બીજી તરફ 20 ટકા લોકોએ રોગચાળા દરમિયાન તેમની માસિક બચતમાં વધારો કર્યો છે.

યોર્કશાયર બિલ્ડિંગ સોસાયટીએ લોકો વધુ પ્રમાણમાં બચત કરે તે આશયે કરેલા સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે 21 ટકા લોકો બચત કરી રહ્યા ન હતા. 13 ટકા લોકોની પાસે કોઈ બચત જ ન હતી. જ્યારે 26 ટકા લોકો પાસેની બચતની રકમ £500 કરતા પણ ઓછી હતી. 17 ટકા લોકોએ રોગચાળા દરમિયાન તેમનું ચઢી ગયેલું દેવું ઘટાડ્યું હતું. નાણાકીય ખસ્તા હાલના કારણે 22 ટકા લોકોને રાતે ઉંઘ આવતી નથી. 40 ટકા લોકો તાણ અનુભવે છે અને 35 ટકા લોકોને લાગ્યું હતું કે કોવિડ-19 રોગચાળાની આર્થિક અસરે તેમની તાણનું સ્તર વધાર્યું છે.

યોર્કશાયર બિલ્ડિંગ સોસાયટીના ડાયરેક્ટર ઓફ સેવિંગ્સ ટીના હ્યુજેઝે જણાવ્યું હતું કે “અમારું નવું સંશોધન ઘણા લોકોની આર્થિક સ્થિતિ કેટલી નાજુક છે તે બતાવે છે. આ આંકડા આઘાતજનક છે અને તે યુકેમાં નાણાકીય સધ્ધરતાનું લોકો વચ્ચેનું અંતર કેટલું વધારે છે તે બતાવે છે.’’

વધતા જતા રોજબરોજના ખર્ચ અને અને બચત પર મળતું ઓછું વ્યાજ પણ જવાબદાર છે.