રશિયાએ યુક્રેનને બે વિસ્તારોને અલગ દેશ તરીકે માન્યતા આપ્યા બાદ યુકેએ રશિયાની પાંચ બેંકો પર પ્રતિબંધ લગાવી દીધા છે. આ બેન્કોમાં રોસિયા બેંક, આઈએસ બેંક, જનરલ બેંક, પ્રોમસ્વાજ બેંક અને બ્લેક સી બેંકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રશિયાના ત્રણ ધનવાનોની સંપતિ પણ ફ્રિજ કરવાની જાહેરાત કરી છે.
જર્મનીએ ઝટકો આપતા ચાન્સેલર ઓલાફ શોલ્જે જાહેર કર્યુ કે, તેમના દેશે નોર્ડ સ્ટ્રીમ 2 ગેસ પાઈપલાઈનના અપ્રૂવલ પ્રોસેસને રોકી દીધી છે. 11 બિલિયન ડોલરની આ ગેસ પાઈપલાઈન બાલ્ટિક સાગરમાંથી થઈને રશિયાના સાઈબેરિયાથી જર્મની સુધી જશે. આ પાઈપલાઈન રશિયા અને જર્મનીની વચ્ચે પહેલાથી ચાલી રહેલાં નોર્ડ સ્ટ્રીમ 1ની ક્ષમતાને લગભગ બે ગણી કરી દેશે. રશિયા આ પાઈપલાઈન દ્વારા યૂરોપના બીજા દેશો સુધી પોતાના ગેસને પહોચાડવાનું સપનું જોઈ રહ્યું હતું. જર્મનીના આ નિર્ણયથી રશિયાએ તીખી પ્રતિક્રિયા આપી હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન અને વર્તમાનમાં રશિયા સંઘની સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે કહ્યું કે, યૂરોપના લોકોને ટૂંક સમયમાં આની મોટી કિંમત ચૂકવવી પડશે.
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનના દોસ્તની રોસિયા બેંક પર તો પ્રતિબંધ લગાવ્યો, સાથે જ રશિયા કુલીન ટિમચેંકો અને રોટેનબર્ગ બ્રધર્સની સંપતિઓને ફ્રિજ કરી છે. તેઓને યુકેમાં પ્રવેશ પર પણ પ્રતિબંત લગાવવાની જાહેરાત કરી છે. અમેરિકા અને પશ્ચિમી દેશો દ્વારા પહેલેથી ચેતવણી આપવામાં આવી હતી કે જો રશિયા યુક્રેનની સીમાઓ સાથે ગડબડ કરશે તો સખત જવાબી કાર્યવાહી કરવામાં આવશે.
યુક્રેન સંકટને લઈને બ્રિટને એક ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રશિયા પર પ્રતિબંધ લગાવવાની તૈયારીઓ કરવામાં આવી હતી. બ્રિટિશના વડાપ્રધાન જોન્સને આ ઈમજન્સી બેઠકની અધ્યક્ષતા કરી હતી. કેબિટને ઓફિસર બ્રીફઇંગ રૂમ-એની આ બેઠક મંગળવારે સવારે યોજાઈ હતી. આ બેઠક બ્રિટિશ આરોગ્ય પ્રધાન સાજિદ જાવિદના નિવેદન બાદ થઈ હતી. જાવિદે કહ્યું હતં કે, દોનેત્સક પાસે ટેન્ક જોવા મળી હતી. જેનાથી એ વાત સાબિત થાય છે કે યુક્રેન પર હુમલો શરૂ થઈ ચૂક્યો છે. રશિયાના આ પગલાની વ્યાપકપણે નિંદા થયા બાદ કોબરા બેઠક યોજાઈ હતી.