Getty Images)

યુકેના રીટેઇલ સેલ્સ જુલાઇમાં કરાયેલી આગાહીને હરાવીને એક વર્ષ પહેલાંના સ્તરની ઉપર પહોંચ્યું હતું. બીજી તરફ અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપે છે કે ઉપભોક્તાઓની માંગ ઓછી થશે. દેશમાં માર્ચ મહિનામાં લોકડાઉન લાદવામાં આવ્યા બાદ બિનજરૂરી ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનોને જુલાઇ માસમાં ખોલવા માટે મંજૂરી આપવામાં આવી હતી.

અર્થશાસ્ત્રીઓએ કરેલી તમામ આગાહી કરતા વિરૂધ્ધ જૂન મહિનામાં રીટેઇલ સેલ્સની માત્રામાં 6%નો વધારો થયો છે અને જુલાઈ, 2019ની સરખામણીમાં તે 1.4% વધારે છે. એપ્રિલ અને મે મહિનામાં ડબલ-ડિજિટનો ઘટાડો થયો હતો. ફેબ્રુઆરીમાં બ્રિટનમાં રોગચાળો વ્યાપક નહોતો તેના કરતાં પણ વેચાણ 3% વધારે હતું.

કોરોનાવાયરસ લૉકડાઉનથી તૂટી ગયેલી અર્થવ્યવસ્થાના લગભગ તમામ અન્ય ક્ષેત્રો કરતાં બ્રિટનના રીટેઇલ ક્ષેત્રમાં ખૂબ ઝડપથી ઉછાળો આવ્યો છે. સુપરમાર્કેટ, અન્ય ખાદ્યપદાર્થો વેચતા લોકો, ઓનલાઇન વેચાણ અને ઘરેલુ ચીજવસ્તુઓના સ્ટોર્સમાં જોરદાર માંગ જોવા મળી છે. જેની સામે કપડાં અને ફૂટવેરના વેચાણમાં હજી 25%નો ઘટાડો જોવા મળે છે. અર્થશાસ્ત્રીઓને ડર છે કે વ્યાપક રિટેલ રીકવરી અસ્થાયી સાબિત થઈ શકે છે.

સરકારી જોબ સપોર્ટ સ્કીમ ઑક્ટોબરના અંતમાં બંધ થતાં બેકારીમાં ઝડપથી વધારો થવાની આગાહી કરવામાં આવે છે.