MRP મતદાન તરીકે જાણીતા અને  વ્યૂહાત્મક મતદાનને ધ્યાનમાં લેતા 10,000 લોકોના સર્વેમાં જણાયું છે કે આગામી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ્સ માત્ર 66 બેઠકો જીતશે. આ મતદાનમાં લેબર 46 ટકા મત સાથે કન્ઝર્વેટિવ્સ કરતાં 27 પોઈન્ટ આગળ છે. ટોરીને માત્ર 19 ટકા મત મળશે. ખુદ ટોરી પાર્ટીના નાયબ વડા પ્રધાન સહિત કેબિનેટ પ્રધાનોએ પણ લેબરના લેન્ડસ્લાઇડ વિજયમાં પોતાની પાર્ટી હારી જવાની આગાહી કરી હતી. સર કેર સ્ટાર્મરની લેબર પાર્ટી 302 એમપીની બહુમતી સાથે 476 સાંસદો પાર્લામેન્ટમાં મોકલશે એમ પોલ જણાવે છે.

મલ્ટી લેવલ રીગ્રેસન અને પોસ્ટસ્ટ્રેટિફિકેશન તરીકે ઓળખાતા MRP સર્વે 2017ની સામાન્ય ચૂંટણી કરાયો હતો જેની આગાહી સાચી પડી હતી.

આગામી ચૂંટણીમાં નાયબ વડા પ્રધાન ઓલિવર ડાઉડેન, હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવર્લી, ડિફેન્સ સેક્રેટરી ગ્રાન્ટ શૅપ્સ, પેની મોર્ડાઉન્ટ, કેમી બેડેનોક, એજ્યુકેશન સેક્રેટરી ગિલિયન કીગન અને ટ્રાન્સપોર્ટ સેક્રેટરી માર્ક હાર્પર સહિતના અન્ય લોકોની હાર થશે તેવી આગાહી કરાઇ છે. જો કે, ઋષિ સુનક રિચમન્ડ, નોર્થ યોર્કશાયરમાં બેઠક જાળવી રાખશે તેવી અપેક્ષા છે.

ઇલેક્ટોરલ કેલ્ક્યુલસ અને ફાઇન્ડ આઉટ નાઉ દ્વારા જીબી ન્યૂઝ અને ડેઇલી મેઇલ માટે કરાયેલા સર્વેમાં જણાયું હતું કે ટોરીના હરીફ લિબ ડેમ્સના 59 એમપી ચૂંટાશે. જેની સંખ્યા ટોરી કરતા માત્ર સાત સાંસદો જેટલી ઓછી રહેશે. લેબર 300થી વધુ બેઠકો મેળવશે અને કંઝર્વેટિવ્સ પાસે 100 કરતાં ઓછી બેઠકો હશે.

સ્કાય ન્યૂઝ માટે યુગોવ દ્વારા કરાયેલા સર્વેક્ષણમાં લેબર ટોરીઝ કરતા 27 પોઈન્ટ આગળ છે. ગ્રેટ બ્રિટન પોલ ગયા અઠવાડિયે સોમવાર અને મંગળવારે હાથ ધરાયો હતો. 2,128 પુખ્તો પરના સર્વેમાં લેબરને 47%, ટોરીને 20%, રિફોર્મને 12%, લિબરલ ડેમોક્રેટ્સને 9% અને ગ્રીન્સનો 7% મત મળશે તેવી આગાહી કરાઇ છે.

ધ રેસ્ટ ઈઝ પોલિટીક્સ માટે કરાયેલા જેએલ પાર્ટનર્સ પોલમાં લેબરથી ટોરી માત્ર 12 પોઈન્ટ પાછળ હોવાનું જણાવાયું છે. કોન્ઝર્વેટીવ પક્ષને 60થી વધુ વયના લોકોએ નેશનલ સર્વિસ અને પેન્શનની નીતિઓ બાબતે મોટા પાયે મત આપ્યા હતા. લેબરની લીડ મેની શરૂઆતમાં 15 પોઈન્ટ હતી જે એપ્રિલમાં 18 પોઈન્ટ હતી. જેએલ પાર્ટનર્સ પોલમાં રિફોર્મ યુકેને 12 ટકા વોટિંગ સાથે ત્રીજા સ્થાને મૂકાયું છે, ત્યારબાદ લિબરલ ડેમોક્રેટ્સ 10 ટકા પર છે.

સર્વેશન અને રેડફિલ્ડ એન્ડ વિલ્ટને કરેલા સર્વેમાં જણાયું છે કે લેબરને 23 પોઈન્ટની બઢતી મળશે.

LEAVE A REPLY