ભારત અને બ્રિટન વચ્ચેની ફ્લાઇટ ફરી ચાલુ થયા બાદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે જણાવ્યું હતું કે યુકેથી આવતા પેસેન્જર્સને જો તેઓ કોરોના નેગેટિવ હશે તો પણ હોમ આઇસોલેશન પહેલા સાત દિવસના ઇન્સ્ટીટ્યૂશનલ ક્વોરેન્ટાઇલમાં મોકલવામાં આવશે. જોકે જોકે કોરોના ટેસ્ટિંગ અને આઇસોલેશનના નિયમમાં છેલ્લી ઘડીને ફેરફારને કારણે શુક્રવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર અરાજકતા ઊભી થઈ હતી અને સેંકડો મુસાફરો ફસાયા હતા.
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે યુકેના વાઇરસથી દિલ્હીના નાગરિકોનું રક્ષણ કરવા માટે દિલ્હીની રાજ્ય સરાકેર મહત્ત્વના નિર્ણયો લીધો છે. યુકેથી આવતા અને કોરોના પોઝિટિવ હોય તેવા તમામ મુસાફરોને આઇસોલેશન ફેલિસિટીમાં મોકલવામાં આવશે. કોરોના નેગેટિવ મુસાફરોને સાત દિવસની ક્વોરેન્ટાઇલ ફેસિલિટીમાં લઈ જવાશે. આ પછી તેમને સાત દિવસ હોમ ક્વોરેન્ટાઇલ કરાશે.
જોકે કોરોના ટેસ્ટિંગ અને આઇસોલેશનના નિયમમાં છેલ્લી ઘડીને ફેરફારને કારણે શુક્રવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર અરાજકતા ઊભી થઈ હતી. મુસાફરોએ ફરિયાદ કરી હતી કે તેમના નિયમોમાં ફેરફારથી સરપ્રાઇઝ થયું છે. નવા નિયમોથી નાના માળકો સહિતના સંખ્યાબંધ લોકો ફસાયા હતા.
કેટલાંક મુસાફરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ પૂરી અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને ટેગ કરીને ફરિયાદ કરી હતી. એરપોર્ટ પર કલાકો સુધી અટકાવાયા બાદ સૌરવ દત્તા નામના મુસાફરે જણાવ્યું હતું કે હાલમાં સંપૂર્ણ અરાજકતા છે. અમે લાઉન્જમાં છે. બહાર સંખ્યાબંધ સુરક્ષા જવાનો છે. અમે પાજરામાં પૂરાયા હોય તેવો વ્યવહાર થાય છે. હોટેલ ક્વોરેન્ટાઇલ્સ ડીલ ઓફર કરીને બિઝનેસ કરવાનો પ્રયાસ કરી રહી છે.
ગૌરી શંકર દાસ નામના બીજા મુસાફરે એરપોર્ટના ફ્લોર પરના બ્લેન્કેટમાં સુતેલા પોતાના નાના બાળકનો ફોટો પોસ્ટ કર્યો હતો અને ફરિયાદ કરી હતી કે લગેજમાંથી તેમની પુત્રીનું સ્ટ્રોલર લેવામાં દેવામાં આવ્યું નથી.