(Photo by Jack Taylor/Getty Images)

યુનાઇટેડ કિંગડમની પાર્લામેન્ટના બંને ગૃહો, હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડ્સે તેમના સંબંધિત સત્રોમાંના એકમાં શુભારંભ વખતે હિંદુ પ્રાર્થના કરવાની વિનંતીને નકારી કાઢી છે.

સંસદની વેબસાઈટ મુજબ બંને ગૃહોની બેઠકની શરૂઆત થાય ત્યારે ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના કરાય છે. હાઉસ ઓફ કોમન્સમાં, સ્પીકર ચેપ્લીન સામાન્ય રીતે આ પ્રાર્થના વાંચે છે. જ્યારે હાઉસ ઓફ લોર્ડ્સમાં વરિષ્ઠ બિશપ (લોર્ડ સ્પીરીચ્યુઅલ) સામાન્ય રીતે પ્રાર્થના વાંચે છે. પ્રાર્થનાની પ્રથા લગભગ 1558 માં શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. પ્રાર્થનાનું હાલનું સ્વરૂપ કદાચ ચાર્લ્સ II ના શાસનકાળનું છે.

યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઈઝમના પ્રમુખ અને હિંદુ સ્ટેટ્સમેન રાજન ઝેડે સત્રના પ્રારંભે હિન્દ પ્રાર્થના વાંચલા કોમન્સ સ્પીકર લિન્ડસે હોયલ અને લોર્ડ્સના સ્પીકર જ્હોન મેકફોલને પત્ર લખ્યો હતો. પરંતુ તેને નકારવામાં આવી હતી. જેને રાજન ઝેડે સ્પષ્ટપણે અન્યાયી, બાકાત વલણ દાખવવાનો અને ભેદભાવ કરાતો હોવાનો કેસ ગણાવ્યો હતો.

રાજન ઝેડે વોશિંગ્ટન ડીસીમાં યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટ અને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં સત્રના પ્રારંભે હિન્દુ પ્રાર્થના કરી ચૂક્યા છે. ઝેડે સૂચવ્યું હતું કે યુકેની સંસદમાં મલ્ટીફેઇથ પ્રાર્થના કરવાનો સમય આવી ગયો છે. યુકેની સંસદ ધર્મ, સંપ્રદાય, આસ્થાને ધ્યાનમાં લીધા વિના દરેક બ્રિટીશ નાગરીકનું પ્રતિનિધિત્વ કરતી હોવાથી પ્રાર્થનાઓ કરાય તે આવશ્યક છે.

LEAVE A REPLY