ફાઇલ ફોટો (ANI Photo)

યુકેના મધ્ય પૂર્વસાઉથ એશિયા અને યુએન વિભાગના પ્રધાન લોર્ડ તારિક અહેમદ સોમવારે (8 જાન્યુઆરી) ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાતમાં તેઓ ચેન્નાઇ (તામિલનાડુ) માં આયોજિત તામિલનાડુ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ અને ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ભાગ લેવાના છે. આ ઉપરાંત તેઓ યુકેની સહાયથી સ્થાપવામાં આવેલા બે સસ્ટેનેબિલિટી પ્રોજેક્ટ્સનો પણ પ્રારંભ કરાવશે. તેઓ ચેન્નાઇમાં હીટ મિટિગેશન પ્રોજેક્ટ લોંચ કરશે. આ ઉપરાંત તામિલનાડુ ડીપાર્ટમેન્ટ ઓફ એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જના ઇલેકટ્રોનિક એન્ડ બેટરી વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટની પણ શરૂઆત કરાવશે.  

આ મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રીય અને સ્થાનિક સરકારોના પ્રતિનિધિઓ સાથે ઊર્જામહાત્ત્વાકાંક્ષી વ્યાપારિક સમજૂતીમાં પ્રગતિ અને માનવાધિકારો સહિતના મુદ્દે પણ ચર્ચા કરશે. ભારતના અર્થતંત્રમાં તામિલનાડુ અને ગુજરાત મહત્ત્વના રાજ્યો હોવાથી લોર્ડ એહમદની મુલાકાતથી યુકે-ઇન્ડિયા વ્યાપારી ભાગીદારી અને ઊર્જાના ક્ષેત્રે નવી તકો શોધવામાં મદદ મળશે.

આ મુલાકાત અંગે લોર્ડ એહમદે જણાવ્યું હતં કેઊભરી રહેલી ટેકનોલોજીના વિકાસમાં તામિલનાડુ અને ગુજરાતની મુખ્ય ભૂમિકા છે. હું બ્રિટિશ બિઝનેસીઝ માટે આ પ્રદેશની મુલાકાતથી ખુશી અનુભવું છું. ગાંધીનગરમાં તેમની ઉપસ્થિતિમાં યુકેની એબરટે યુનિવર્સિટી અને ભારતની ઇકોલ ઇનટ્યૂટ લેબ વચ્ચે સમજૂતી કરાશેજે અંતર્ગત બંને સંસ્થાઓ શિક્ષણસંશોધન અને નવા વિચારોનું આદાન-પ્રદાન કરશે.  

LEAVE A REPLY