બ્રિટન અને જાપાનને શુક્રવારે વેપાર સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી બ્રિટનની પ્રથમ પોસ્ટ-બ્રેક્ઝિટ વેપાર સમજૂતી છે. જોકે બ્રિટન હજુ યુરોપિયન દેશો સાથે બ્રેક્ઝિટ વેપાર સમજૂતી કરી શક્યું નથી.
બ્રિટન જાન્યુઆરીથી યુરોપિયન યુનિયનમાંથી નીકળી ગયું છે અને હાલમાં તે વિશ્વભરના દેશો સાથે વેપાર સમજૂતી માટે મંત્રણા કરી રહ્યું છે, કારણ કે બ્રેક્ઝિટની મુદત 31 ડિસેમ્બરે પૂરી થાય છે.
બ્રિટને જણાવ્યું હતું કે આ સમજૂતીને પગલે જાપાનમાં બ્રિટનની આશરે 99 ટકા નિકાસ ટેરિફફ્રી રહેશે અને તેનાથી 2018ની સરખામણીમાં દ્વિપક્ષીય વેપારમાં 15.2 બિલિયન પાઉન્ડ (19.9 બિલિયન ડોલર)નો વધારો થશે.
બંને દેશો વચ્ચેની સમજૂતી મુજબ બ્રિટનમાં જાપાનની કાર પરની ટેરિફ 2026 સુધીમાં તબક્કાવાર ધોરણે ઘટીને ઝીરો થશે. જાપાન અને યુરોપિયન યુરોપિયન વચ્ચે સમજૂતી છે તેવી જ આ વેપાર સમજૂતી છે. બંને દેશો વચ્ચેની નવી સમજૂતીનો અમલ પહેલી જાન્યુઆરી 2021થી થશે.