Inflation in Pakistan rose to 47% amid economic crisis
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

એનર્જી અને ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઉછાળાને પગલે યુકેમાં ફુગાવો ઉછળીને 41 વર્ષની ટોચે પહોંચ્યો છે. તેનાથી જીવનનિર્વાહના ખર્ચની કટોકટીમાં વધુ વકરી છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS)એ બુધવારે જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ વધીને 11.1 ટકા પર પહોંચ્યો હતો, જે 1981 પછીના સર્વોચ્ચ સ્તરે છે. સપ્ટેમ્બરમાં ફુગાવો 10.1 ટકા હતો, જે 40 વર્ષમાં સૌથી વધુ હતો.

ફુગાવો સતત વધતા લોકોને રાહત આપવા માટે સરકાર પર દબાણ વધી રહ્યું છે. અર્થશાસ્ત્રીઓએ આશા વ્યક્ત કરી હતી કે ઓક્ટોબરમાં ફુગાવાનો આંકડો ૧૦.૭ ટકા રહેશે. જો કે વાસ્તવિક આંકડા તેમના અંદાજ કરતા વધારે રહ્યાં છે. ઓએનએસના જણાવ્યા અનુસાર ખાદ્ય અને ઉર્જાના ઉંચા ભાવને કારણે ઓક્ટોબરમાં ફુગાવો વધ્યો છે. આ દરમિયાન બ્રિટનના ટ્રેઝરી સેક્રેટરી જેરેમી હંટે આ આંકડા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ફુગાવા પર અંકુશ મેળવવા માટે સરકાર કડક અને જરૂરી પગલાં ઉઠાવશે. તેમના આ નિવેદનને બજેટમાં ખર્ચ ઘટાડવા અને ટેક્સમાં વધારો કરવાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે. આ અગાઉ તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફુગાવા પર અંકુશ મેળવવામાં બેંક ઓફ ઇંગ્લેન્ડની મદદ કરવી આપણી ફરજ છે. તેથી અમે દેશની નાણાકીય બાબતોમાં ખૂબ જ જવાબદારીથી કામ કરીશું.

બેંક ઓફ ઇંગ્લેન્ડ આ મહિનાની શરૂઆતમાં અંદાજ મૂક્યો હતો કે ચોથા કવાર્ટરમાં બ્રિટનનો ફુગાવો ૧૧ ટકાની આસપાસ રહેશે અને આગામી વર્ષની શરૂઆતથી તેમાં ઘટાડો થશે. બ્રિટનમાં ખાદ્ય વસ્તુઓના ભાવમાં ૧૬.૪ ટકાનો ઉછાળો નોધાયો હતો, જે સપ્ટેમ્બર, ૧૯૭૭ પછીનો સૌથી વધુ છે. વીજળી અને કુદરતી ગેસના ભાવમાં ૨૪ ટકાનો ઉછાળો આવ્યો હતો.

LEAVE A REPLY